Dakshin Gujarat

હોટલના કંપાઉન્ડમાંથી 536000નો મુદ્દામાલ જપ્ત, પણ જપ્ત કરેલ પ્રવાહી પદાર્થ શું હતો?

અંક્લેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવેને (National Highway) અડીને આવેલા દ્વારકાધીશ હોટલના (Hotel) કંપાઉન્ડમાંથી બાયો ડીઝલના નામે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ભરૂચ એલસીબી પોલીસે (Police) ઝડપી લીધો હતો, અને એક વ્યક્તિની ધરપકડ કરીને પ્રવાહી તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.૫,૩૬૦૦૦નો માલ સામાન જપ્ત કર્યો હતો.

  • ભરૂચ એલસીબીએ રૂ.૫,૩૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો, એક વોન્ટેડ
  • પોલીસની રેડ દરમિયાન બાયો ડીઝલના નામે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં ભરૂચ એલસીબી પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ નેશનલ હાઇવે નં.૪૮ કાપોદ્રા ગામની સીમમાં આવેલા દ્વારકાધીશ હોટલના કંપાઉન્ડમાં રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન બાયો ડીઝલના નામે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહેશ ઉર્ફે ગુગો રાજાભાઈ મેવાડા (રહે.,ડાહ્યા પાર્ક સોસાયટી, વરાછા, સુરત)ની ધરપકડ કરી હતી, અને સ્થળ પરથી ટેમ્પોમાં સંગ્રહ કરવામાં આવેલું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ૧૬૦૦ લીટર કિંમત રૂ.૯૬,૦૦૦, ડીઝલ ડિસ્પેન્સર મશીન (ફ્યુઅલ પંપ) કિંમત રૂ.૩૫,૦૦૦, ટેમ્પો કિંમત રૂ.૪,૦૦,૦૦૦, બે પ્લાસ્ટિકની ટેન્ક કિંમત રૂ.૫૦૦૦ મળીને કુલ રૂ.૫,૩૬૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે સુરતના સરથાણામા અમન નામની વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને વધુ તપાસ શરૂ કરી હતી.

કઠોદરામાં 15,300ના દારૂ સાથે બે મહિલા પકડાઈ
કામરેજ: સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના કામરેજના કઠોદરા ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતો અતુલ પરમાર માણસો પાસે દારૂનું વેચાણ કરાવે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે રેડ કરવા જતાં બે મહિલા હેતલ અતુલ પરમાર અને જયા દિલીપ પરમાર પકડી પૂછપરછ કરતાં હિરેન મનહર પરમારના મકાનમાં વિદેશીનો જથ્થો સંતાડ્યો હોવાનું જણાવતાં બંને મહિલાને સાથી રાખી તપાસ કરતાં દારૂની બોટલ નંગ-54 કિંમત 15,300 મળી આવી હતી. મોબાઈલ મળી કુલ 25,300નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top