SURAT

દિવા તળિયે અંધારું: સુરતની જે હોસ્પિટલો ડેન્ગ્યુ-મલેરિયાની સારવાર કરે એમાંજ મચ્છરના બ્રિડિંગ મળ્યા

સુરત: શનિવારે મનપા (SMC) દ્વારા શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો (Hospitals)માં મચ્છરોના બ્રિડિંગ (Mosquito breeding) શોધવા માટે સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 743 હોસ્પિટલો ચેક કરાઈ હતી અને કુલ 2768 સ્પોટ સર્વે કરાયો હતો જેમાં 41 સ્પોટ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવતા તેનો નાશ કરાયો હતો. અને 46 હોસ્પિટલોના જવાબદાર નોડલ ઓફિસરને નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી અને કુલ રૂા. 56,200 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મનપા દ્વારા તમામ ઝોનમાં ચેકિંગ કરાયું હતું. જેમાં કતારગામ ઝોનમાં 79 હોસ્પિટલ ચેક કરતા 18 ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં સરદાર હોસ્પિટલ, વેડ રોડ, કૃપા હોસ્પિટલ છાપરાભાઠા રોડ, ડોકટર હાઉસ ક્રોસ રોડ, પાંડવ મલ્ટિ સ્પેશ્યિાલિટી હોસ્પિટલ, અમરોલી, મૈયા પ્રસૂતીગૃહ, છાપરાભાઠા રોડ, કમળાબા હોસ્પિટલ વેડ રોડ, શ્રી જનરલ હોસ્પિટલ, પ્રેમવતી હોસ્પિટલ, સતાધાર હોસ્પિટલ તેમજ સેન્ટ્રલ ઝોનમાં 99 હોસ્પિટલ ચેક કરતાં 3 ને નોટિસ આપવામાં આવી હતી. સુરત ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ તથા શ્રી સાંઈ હોસ્પિટલ રાણીતળાવ પાસેથી દંડ વસૂલાયો હતો. રાંદેર ઝોનમાં 111 હોસ્પિટલ ચેક કરતા 6 ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં યુનાઇટડે ગ્રીન હોસ્પિટલ તથા શેલ્બી હોસ્પિટલ પાસેથી દંડ વસૂલાયો હતો. લિંબાયત ઝોનમાં 61 હોસ્પિટલ ચેક કરતા 4 ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં આસ્થા હોસ્પિટલ ડિંડોલી, પલ્સ હોસ્પિટલ ડિંડોલી, બાબા મેમોરિયલ હોસ્પિટલ, અમરદીપ હોસ્પિટલ, શ્રીકિષ્ણા જનરલ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉધના ઝોનમાં 170 હોસ્પિટલ ચેક કરતા કુલ 5 ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ– રાધેશ્યામનગર, ન્યુ લાઈફ હોસ્પિટલ – રામેશ્વરનગર, ઉન હોસ્પિટલ, અઠવા ઝોનમાં બંસરી અને શીવમ હોસ્પિટલો અને વરાછા-એ ઝોનમાં મારૂતી હોસ્પિટલ ,અનુપમ હોસ્પિટલ અને પરમ હોસ્પિટલ તેમજ વરાછા બી ઝોનમાં પણ ચેકિંગ કરાયું હતું.

Most Popular

To Top