કામરેજ: શેખપુરમાં મકાન પર પાણી (Water) છાંટવા જતાં પાડોશમાં દુકાન (Shop) ચલાવતા મામા, મામી અને મામાના પુત્રએ મકાનમાં પાણી છાંટવા આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી બે બહેનને લાકડાના સપાટા માર્યા હતા. મૂળ રાજસ્થાનના રાજસંમદના જીલવાડા ગામના વતની અને હાલ કામરેજના શેખપુર ગામે હરિદર્શન સોસાયટીમાં મકાન નંબર ડી-362માં લતાબેન છોટુલાલ મેવાડા રહી અને બ્યુટી પાર્લર ચલાવે છે. બે દિવસ અગાઉ બપોરના પાર્લર પર નેલ પેઈન્ટ્સ શીખવવા માટે ગઈ હતી. બાદ નેલ પેઈન્ટ્સ શીખવવા આવતા ટીચર તેમજ ભાણેજ હર્ષીલ સાથે સાંજે 5 કલાકે સાયણ ખાતે આવેલી દરગાહ પર ગયા હતા.
- લતાને પણ કપાળના ભાગે મામાએ મારી ગાળો બોલી હતી
- હવે પછી મકાનમાં પાણી છાંટવા આવશો તો જાનથી મારી નાંખીશ એવી ધમકી પણ આપી
ટીચર સાયણ ખાતે ઘરે જતા રહ્યા હતા. લતા અને ભાણેજને લેવા માટે ભાઈ નિલેશ બાઈક લઈને લેવા આવ્યો હતો. સાંજે 6 કલાકે લતા, ભાણેજ હર્ષીલ તેમજ ભાઈ ઘરે આવ્યાં હતાં. ઘરે મોટી બહેન ભારતી પણ આવતાં તેમની સાથે હરિદર્શન સોસાયટીની સામે આવેલી શિવદર્શન સોસાયટીમાં મકાનનું કામ ચાલતું હોવાથી ત્યાં જઈને પાણી છાંટવા લાગ્યા હતા. મકાનની બાજુમાં રહેતા મામા રાકેશ ઉમેદમલ મેવાડાની દુકાન આવેલી છે, જે દુકાનનું બોર્ડ ઘરમાં પડેલું હોય તે ખસેડવાનું કહેવા જતાં મામા રાકેશ તેમજ મામી શાંતાબેન, તેમના પુત્ર માનો એકદમ ઉશ્કેરાઈ જઈ ભારતીબેનને લાકડાના સ્ટમ્પ વડે મારવા લાગ્યાં હતાં. લતાને પણ કપાળના ભાગે મામાએ મારી ગાળો બોલી હવે પછી મકાનમાં પાણી છાંટવા આવશો તો તમને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. બાદ 108માં સારવાર માટે બંને બહેનને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવમાં મામા, મામી અને મામાના પુત્ર સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી.