નવી દિલ્હી: દેશના જાણીતા શાયર મુનવ્વર રાણાની (MunawarRana) હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. રાણાને લખનઉની અપોલો હોસ્પિટલમાં (Hospital) લાઈફ સપોર્ટ સિસટમ (Lifesupportsystem) પર રાખવામાં આવ્યાં છે. 70 વર્ષનાં રણાની તબિયત (Health) અંગેની જાણકારી તેની પુત્રીએ આપી છે. તેણે કહ્યું કે તેનાં પિતાનું ગયા મંગળવારના રોજ પિત્તાશયનું ઓપરેશન કરવામા આવ્યું હતું. આ ઓપરેશન પછી તેમની હાલત વધુ લથડી છે. છેલ્લાં ધણાં સમયથી તેઓની તબિયત સારી ન હોવાની જાણ મળી હતી જો કે પિત્તાશયન ઓપરેશન પછી તેઓને લાઈફ સપોર્ટ સિસટમ પર રાખવાની ફરજ પડી હતી.
- પથરીના કારણે તેઓનું પિત્તાશય પણ ખરાબ થઈ ગયું હતું
- છેલ્લાં ધણાં સમયથી તેઓની તબિયત સારી ન હતી
- રાણા જેટલા પ્રખ્યાત તેટલા જ તે વિવાદોમાં પણ રહ્યા છે
રાણાની પુત્રીએ કહ્યું કે તેઓ કેન્સર પીડિત છે જેના કારણે તેઓનું સમયાંતરે ડાયાલિસિસ પણ થઈ રહ્યું છે. ડાયાલિસિસ સાથે તેઓનું સિટિસ્કેન પણ કરાવવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે પથરીના કારણે તેઓનું પિત્તાશય પણ ખરાબ થઈ ગયું હતું જેના કારણે તેઓનું પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી તેઓની તબિયત વધુ લથડી હતી જેનાં કારણે તેઓને લાઈફ સપોર્ટ સિસટમ પર રાખવામાં આવ્યાં છે.
શાયર રાણાને વર્ષ 2014માં સાહિત્ય એકેડેમીક પુરસ્કારથી નવાજવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે રાયબરેલી જિલ્લાના વતની પ્રખ્યાત શાયર રાણાને વર્ષ 2014માં સાહિત્ય એકેડેમીક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાણાએ ‘મા’ પર તેમની રચનાઓથી દેશ-વિદેશમાં ઘણી ખ્યાતિ મેળવી છે. મુનાવર રાણા જેટલા પ્રખ્યાત છે તેટલા જ તે વિવાદોમાં પણ રહ્યા છે. ગયા વર્ષે જ તેણે વાલ્મિકી સમુદાયની સરખામણી તાલિબાન સાથે કરી હતી, જે બાદ હંગામો થયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ આ મામલામાં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં મુનવર રાણાની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.