નવી દિલ્હી: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવનો પરિવાર (Family) બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. પરિવારના બે પુત્રો હોસ્પિટલમાં (Hospital) દાખલ છે. જણાવી દઈએ કે કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ, જેમણે પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા, તેઓ બુધવારે સવારના રોજ જીમમાં કસરત કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે કોમેડિયનને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. આ વાતની પુષ્ટિ કોમેડિયનના પરિવારે કરી છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજુ શ્રીવાસ્તવનો નાનો ભાઈ પણ હોસ્પિટલમાં દાખલ છે.
મળતી માહિતી મુજબ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો નાનો ભાઈ છેલ્લા ચાર દિવસથી ન્યુરો હોસ્પિટલના ICUમાં દાખલ છે. જ્યારે રાજુ શ્રીવાસ્તવ બીજા માળે દાખલ છે, જ્યારે તેનો ભાઈ ત્રીજા માળે દાખલ છે. પરિવારના બે પુત્રો હોસ્પિટલમાં બિમારી સામે ઝઝૂમી રહ્યા છે તેવા સમયે પરિવાર માટે બેવડી મુશ્કેલી સમાન છે. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ રાજનીતિની સાથે કોમેડીમાં પણ સક્રિય છે. તેઓ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. કોમેડિયનના પીઆરઓ અજીત સક્સેનાએ રાજુ શ્રીવાસ્તવની તબિયત વિશે માહિતી આપતા કહ્યું કે હવે તેમની નાડી ઠીક છે. તેમની હાલત સ્થિર છે. મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવના હૃદયમાં ઘણા બ્લોકેજ છે.
કોમેડિયન વિશેના આ દુઃખદ સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે. ચાહકો રાજુ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત કોમેડિયન છે. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ છે. રાજુ શ્રીવાસ્તવને કોમેડીનો બાદશાહ માનવામાં આવે છે. તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા અને તેણે પોતાનું સપનું પણ પૂરું કર્યું. રાજુએ પોતાના કરિયરની શરૂઆત સ્ટેજ શોથી કરી હતી