નવી દિલ્હી: તિહાર જેલમાં (Tihar Jail) બંધ દિલ્હીની (Delhi) આપના (AAP) નેતા સત્યેન્દ્ર જૈનને એક અઠવાડિયામાં ત્રીજી વાર હોસ્પિટલમાં (Hospitl) દાખલ કરવામાં આવ્યાં છે. તિહાર જેલના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે સત્યેન્દ્ર જૈન તિહાર જેલ નંબર 7ના મેડિકલ ઈન્સ્પેક્શન રૂમના બાથરૂમમાં લપસીને પડી ગયા. જેનાં કારણે તેઓને દિનદયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે અને તેઓને ICUમાં ખસેડવામાં આવ્યાં છે.
3 દિવસ પહેલા પણ તેઓને તબિયત લથડી હતી જેનાં કારણે તેઓને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યાં હતા. સફદરજંગ હોસ્પિટલનાં એક પ્રવકતા પાસેથી જાણકારી મળી આવી હતી કે તેઓ સવારે ન્યુરોસર્જન ઓપીડી આવ્યા અને તપાસ કરાવ્યા પછી જતાં રહ્યાં હતા તેઓ સાથો પોલીસ પણ આવી હતી. જેલના એક અધિકારી પાસેથી જાણકારી મળી આવી છે કે શનિવારે જૈનને દીન દયાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. તેઓ ચિકત્સક સાછે પણ વાત કરવા માગતા હતા જેનાં કારણે તેઓને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.
મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કર્યા પછી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ છે. જૈનના તેમના હોસ્પિટલ ચેક-અપ દરમિયાન તેમને “અસ્વસ્થ અને નબળા” દર્શાવતા ફોટોગ્રાફ્સે આમ આદમી પાર્ટી (AAP) ની તીક્ષ્ણ પ્રતિક્રિયાઓ આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમને “મારી નાખવા માંગે છે”. પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે સવારે સફદરજંગ હોસ્પિટલમાં લીધેલી તસવીરો હૃદયદ્રાવક છે કારણ કે તે જીવતા હાડપિંજરની જેમ અસ્વસ્થ અને નબળા દેખાતા હતા. તેઓથી ચલાતું પણ ન હતું”
સત્યેન્દ્ર જૈનના વકીલ અભિષેક એમ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનની બગડતી તબિયતને ટાંકી હતી. સિંઘવીએ કહ્યું હતું કે તે માણસ હાડપિંજર બની ગયો છે, જેલમાં તેમનું 35 કિલો વજન ઉતરી ગયું છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેમનો કેસ વેઇટિંગ લિસ્ટમાં 416મા નંબર પર છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “હું સત્યેન્દ્ર જૈનજીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. દિલ્હી અને દેશની જનતા ભાજપ સરકારના આ ઘમંડ અને જુલમને સારી રીતે જોઈ રહી છે. ભગવાન આ અત્યાચારીઓને ક્યારેય માફ નહિં કરે.” આ સંઘર્ષમાં લોકો અમારી સાથે છે, ભગવાન અમારી સાથે છે.