National

યમુના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: ઇકો કારને અજાણ્યા વાહને ટક્કર મારી, 6ના મોત

મથુરા જિલ્લાના યમુના એક્સપ્રેસવે પર આજરોજ શનિવારની વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી મુજબ, સવારે આશરે 3:30 વાગ્યે બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના સરાઈ સલવાન ગામ નજીક માઈલ સ્ટોન 140 પર એક અજાણ્યા વાહને નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી ઇકો કારને ટક્કર મારી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ઉપરનો ભાગ ચેમ્પી મારી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં આગ્રા જિલ્લાના બસીની પોલીસ સ્ટેશન વિસ્તારના હરલાલપુરા ગામના રહેવાસી ધર્મવીર સિંહ અને તેમના બે પુત્રો, રોહિત અને આર્યનનો સમાવેશ થાય છે. સાથે જ તેમના મિત્રો દલવીર ઉર્ફે છુલે, પારસ સિંહ તોમર અને રોહિતનો એક મિત્ર પણ મૃત્યુ પામ્યા છે.

ઘટનાને પગલે ઇકો કારમાં મુસાફરી કરતી ધર્મવીર સિંહની પત્ની સોની અને પુત્રી પાયલ ગંભીર રીતે ઘાયલ થઈ છે. બંનેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર ચાલુ છે.

અકસ્માતના સમયે રોડ પર ધુંધળાશ હતો કે કારના આગળના ભાગે અચાનક કોઈ અન્ય મોટો વાહન આવી ગયું હોવાનું અનુમાન લાગી રહ્યું છે. એરિયા ઓફિસર સંજીવ કુમાર રાયે આપેલી માહિતી અનુસાર પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.

Most Popular

To Top