આસામ: આસામના (Assam) ગોલાઘાટ જિલ્લામાં (Golaghat district) એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Road accident) 14 લોકોના મોત (Death) થયા છે. આ અકસ્માતમાં (Accident) 27 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયા છે. તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોમાંથી ઘણાની હાલત નાજુક (Serious) છે. તેમજ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ (Police) અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે બાલીજાન ગામમાં થયો હતો. અકસ્માત સમયે બસમાં 45 લોકો સવાર હતા. જેઓ મળસ્કે 3 વાગ્યે અઠખેલિયાથી બોગીબીલ પિકનિક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, સવારે લગભગ 5 વાગ્યે માર્ગેરિટા તરફથી આવતી કોલસાની ભરતીની ટ્રક બસ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને JMCH લઈ ગયા, જેમાંથી ઘણા મુસાફરોની હાલત નાજુક છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે બસમાં સવાર તમામ મુસાફરો પિકનિક માટે તિનસુકિયાના તિલિંગા મંદિર જઈ રહ્યા હતા. ઘાયલોને હાલ જોરહાટ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 14 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આસામના ડિબ્રુગઢ જિલ્લામાં અગાઉ એક ભયાનક માર્ગ અકસ્માતનો મામલો સામે આવ્યો હતો
અગાઉ ડિબ્રુગઢમાં 11 સપ્ટેમ્બર, 2023ના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. વાસ્તવમાં, શિવસાગર જિલ્લાના કેટલાક લોકો ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા માટે ડિબ્રુગઢના શાંતિપાડા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ પાછા શિવસાગર જઈ રહ્યા હતા. ત્યારપછી તેમની કાર લટેકટામાં એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાઈને કાર તરત જ પલટી ગઈ હતી.