Entertainment

ભારતના સિનેજગત માટે ગર્વની વાત: જેમ્સ કેમરૂને આ ભારતીય નિર્માતા-દિગ્દર્શકને આપી બમ્પર ઑફર

નવી દિલ્હી : ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થયેલી ”અવતાર ધ વે ઓફ વૉટરે” વલ્ડ બોક્સઓફિસ ઉપર અનેક રેકોર્ડ કાયમ કર્યા છે. હોલીવુડના (Hollywood) નિર્માતા જેમ્સ કેમરૂનની (James Cameron) આ ફિલ્મની સરાહના ખુબ થઇ રહી છે. હજુ પણ ભારતમાં તો આ ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે. પણ આ બધાની વચ્ચે ભારતના સિનેમા જગત માટે ગર્વ લઇ શકાય તેવી બાબત પણ સામે આવી છે. ભારતીય નિર્માતા નિર્દેશક એસેટ્સ રાજામૌલીની બ્લોકબસ્ટલ ફિલ્મ ”આરઆરઆર”ગ્લોબલ સ્તરે તેનું મોટું નામ રોશન કર્યું છે. માત્ર ભારત જ નહિ પણ વિશ્વમાં આ ફિલ્મે ડંકો વાળ્યો છે ત્યારે જેમ્સ કર્મરુને પણ આ ફિલ્મને નિહાળી હતી. દરમ્યાન એસએસ રાજામૌલી (SS Rajamouli) તાજેતરમાં ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ દરમિયાન સુપ્રસિદ્ધ દિગ્દર્શક જેમ્સ કેમરોનને મળ્યા હતા ત્યારે કેમરુને રાજામૌલીને હોલીવુડમાં કામ કરવાની ઓફર આપી હતી.

બને દિગ્ગજ ડિરેક્ટરો વચ્ચે 10 મિનિટ સુધી વાતચીત ચાલી હતી
એસએસ રાજામૌલી હાલમાં ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ દરમિયાન લિજેન્ડરી ડિરેક્ટર જેમ્સ કેમરોનને મળ્યા હતા.આ મીટિંગ દરમ્યાન જેમ્સ કેમરૂને રાજામૌલીને કહ્યું કે જ્યારે પણ તેઓ હોલીવુડની ફિલ્મો બનાવવા માંગશે ત્યારે તેમણે એકવાર મારો સંપર્ક કરો આ વાતચીતનો દોર લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો હતો આ બેઠકમાં જેમ્સ કેમરૂન રાજામૌલીથી ખૂબ જ પ્રભાવિત પણ થયા હતા.

જેમ્સે ફિલ્મ RRR-ની કરી પ્રશંસા
એસએસ રાજામૌલી પહેલા જ હોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે એવામાં હવે હોલીવુડના ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોને ‘RRR’ ડાયરેક્ટરને હોલીવુડ આવવાનું આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં તેણે એસએસ રાજામૌલીના જોરદાર વખાણ પણ કર્યા છે. જેમ્સ કેમરૂને રાજામૌલી સાથે વાત કરી અને તેમના વિઝનથી પણ પ્રભાવિત થયા હતા. તેમને કહ્યું હતું કે એક પ્રતિભાશાળી વાર્તા કહેવાની અને તેમના ભાવનાત્મક રીતે પ્રસ્તુત કરેલા પાત્રો ખરેખર પ્રશંસનિય છે. જેમ્સ કેમેરૂન વધુમાં કહ્યું હતું કે, તેમણે બે વાર RRR જોઈ છે. આ ફિલ્મમાં તેમને નાની-નાની બાબતોનું પણ નિરીક્ષણ કર્યું છે જે ખરેખર પ્રસ્ન્સનિય છે. આ બેઠકમાં રાજામૌલી સાથે નટુ-નટુ સંગીતકાર એમબી કીરવાની પણ હાજર હતા.

રાજામૌલી જેમ્સ કેમરૂનના ચાહક છે
જેમ્સ કેમરૂનના આ શબ્દોથી રાજામૌલી ખૂબ જ ખુશ દેખાતા હતા. તેણે જવાબ આપ્યો, ‘મેં તમારી બધી ફિલ્મો જોઈ છે, હું તમારા કામનો ખૂબ જ પ્રશંસક છું. તમે અમારા માટે પ્રેરણા સમાન છો. તમારા આ શબ્દો સાંભળીને મને ખૂબ જ આનંદ થાય છે.આ એવોર્ડ સમારોહ લોસ એન્જલસ યુએસએમાં યોજાયો હતો જેમાં ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ સોંગ કેટેગરીના એવોર્ડ મળ્યા હતા. આ પહેલા ફિલ્મના ગીત નાતુ નાતુને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચુક્યો છે.

Most Popular

To Top