World

ઢાકામાં ઐતિહાસિક ક્ષણ,તારિક રહેમાનના શપથ સાથે દક્ષિણ એશિયામાં નવી રાજકીય દિશા

નવી દિલ્હી/ઢાકા : દક્ષિણ એશિયાના રાજકીય દ્રશ્યમાં 17 ફેબ્રુઆરી એક ઐતિહાસિક તારીખ તરીકે નોંધાશે, જ્યારે Tarique Rahman બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. Bangladesh Nationalist Party (BNP) ફરી સત્તામાં આવતાં દેશની રાજકીય દિશામાં મોટો ફેરફાર થવાનો છે.આ શપથવિધિ માત્ર સરકાર બદલાવનો કાર્યક્રમ નથી,પરંતુ બાંગ્લાદેશ માટે નવા રાજકીય અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

સમારોહ ઢાકામાં સ્થિત ભવ્ય Jatiya Sangsad Bhabanના સાઉથ પ્લાઝામાં યોજાશે.કાર્યક્રમની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથવિધિથી થશે, ત્યારબાદ વડાપ્રધાન અને મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે. દેશ-વિદેશના અગ્રણીઓની હાજરી વચ્ચે આ સમારોહ વૈશ્વિક ધ્યાન આકર્ષશે.અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર Muhammad Yunus દ્વારા દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના અગત્યના દેશોના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમંત્રિત દેશોમાં ચીન ભારત,સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ અને માલદીવનો સમાવેશ થાય છે. વિશેષ કરીને ભારતને આપવામાં આવેલ આમંત્રણ રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના વડાપ્રધાન Narendra Modiને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, મુંબઈમાં Emmanuel Macron સાથેના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે તેમની હાજરી અનિશ્ચિતતા છે.તેમના સ્થાને ભારત તરફથી વિદેશ પ્રધાન S. Jaishankar અથવા રાજ્યપાલ C. P. Radhakrishnan હાજરી આપી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.વિશ્લેષકોના મત મુજબ, BNPના શાસન હેઠળ ભારત-બાંગ્લાદેશ સંબંધો કેવી દિશામાં આગળ વધશે તે સમગ્ર દક્ષિણ એશિયા માટે મહત્વનું રહેશે. ભૂતકાળમાં BNP અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો, પરંતુ હાલ પાર્ટી દ્વારા પ્રાદેશિક સહકાર, વેપાર વૃદ્ધિ અને આર્થિક સ્થિરતાને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી રહી છે.

આ શપથવિધિ સમારોહ માત્ર બાંગ્લાદેશની આંતરિક રાજકીય ઘટના નથી; તે દક્ષિણ એશિયામાં નવા રાજકીય સંતુલન અને રાજદ્વારી સમીકરણોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.17 ફેબ્રુઆરીનો દિવસ બાંગ્લાદેશ માટે નવી આશા, નવી નીતિ અને નવી દિશાનો સંકેત બની શકે છે.

Most Popular

To Top