Entertainment

શોર્ટ હેર બાદ હીના ખાને મુંડન કરાવ્યું, કિમોથેરાપીની અસર બાદ એક્ટ્રેસે શેર કર્યો સ્કીન કેર રુટિન

નવી દિલ્હી: ટીવી એક્ટ્રેસ હિના ખાન પાછલા થોડા સમયથી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. ત્યારે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સને સતત પોતાના સ્વાસ્થ્ય સબંધિત અપડેટ આપી રહી છે. હાલ હિના બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. અભિનેત્રીની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘણા પડકારોનો સામનો કરવા છતાં, હિના ખાન સ્તન કેન્સર સામેની લડાઈમાં અડગ બની લડી રહી છે. ત્યારે કેન્સર સામે લડી રહેલી અભિનેત્રીની સકારાત્મકતા અને શૈલી તેણીના ફેન્સને ખુબ પ્રેરણા દાયક અને હાહસિક લાગી રહી છે. તેમજ દરેક વ્યક્તિ તેણીના જુસ્સાના ખૂબ વખાણ કરી રહ્યા છે. દરમિયાન અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેણે તેણીને ચાહકોને ચોંકાવી દીધા હતા. હિનાએ પોતાના ઇન્સ્ટા હેન્ડલ ઉપર પોતાના બાલ્ડ લુકને શેર કર્યો હતો.

અસલમાં હિના ખાને વાળ ટુંકા કર્યા બાદ હવે મુંડન કરાવ્યું છે. હાલમાં જ અભિનેત્રીએ એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણીએ પોતાનો બાલ્ડ લૂક બતાવ્યો છે. તેણીએ ચાહકો સાથે પોતાનો સ્કિન રૂટિન પણ શેર કર્યો છે. ગઈકાલે રાત્રે હિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક એડ કેમ્પેન શેર કર્યું હતું. જેના વીડિયોમાં તેણી સફેદ રંગની ટી-શર્ટ અને કાળા રંગની કેપ પહેરેલી જોવા મળી હતી.

શેર કરવામાં આવેલા વીડિયોમાં હિના ખાન પોતાના તમામ વાળ કપાવી નાખ્યા પછી પણ હિંમતભેર સ્કિનકેર બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રી નો-મેકઅપ લુકમાં છે. તેમજ અભિનેત્રીનો આ વિડીયો સામે આવતાની સાથે જ ચાહકોએ કેન્સરની સારવાર દરમિયાન તેનો બાલ્ડ લુક દર્શાવવા બદલ અભિનેત્રીની પ્રશંસા કરી હતી. આ વીડિયો પર ઈન્ડસ્ટ્રીના સેલેબ્સથી લઈને ફેન્સ સુધી બધાએ હિના ખાનને ખૂબ સપોર્ટ કર્યો હતો. ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ આ વીડિયો પર તાળી પાડતા ઈમોજીસ પોસ્ટ કર્યા છે.

ચાહકોએ એક્ટ્રેસના વખાણ કર્યા
અભિનેતા નકુલ મહેતાએ હિના ખાનના વીડિયો પર ‘ચેમ્પિયન’ લખ્યું હતું. અભિનેત્રીના ચાહકોએ પણ તેણીના વખાણ કર્યા અને કહ્યું કે હિના વાળ વિના પણ ખૂબ જ સુંદર લાગે છે, એક યુઝરે લખ્યું – ‘સિંહણ’. જણાવી દઈએ કે આ પહેલા હિનાએ વધુ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી, જેમાં પોતાની સ્થિતિ જણાવતા તેણીએ લખ્યું હતું કે ‘‘હું સતત પીડામાં છું… હા સતત, દરેક સેકન્ડ… કદાચ વ્યક્તિ હસી રહી હોય, પરંતુ હજુ પણ તે પીડામાં છે. વ્યક્તિએ આ વાત ક્યાંય વ્યક્ત કરી ન હોય, પરંતુ તેમ છતાં તેને પીડા થઈ શકે છે.’’

Most Popular

To Top