National

હિમાચલના મંડી અને કુલ્લુમાં ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મંડી (Mandi) અને કુલ્લુમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર 4.1 માપવામાં આવી રહી છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને ખાસ્સી એવી ભાગદોડ મચી જવા પામી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના આચકા આવ્યાનો સમય રાત્રે 9.21 કલાકે નોંધવામાં આવ્યો હતો.ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હતું. આજે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા શનિવારે નેપાળમાં 5.4ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો
ભૂકંપના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બજાંગ જિલ્લાના પટાદેબલ ખાતે 29.28 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 81.20 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિમીની ઊંડાઈએ હતું. તે કાઠમંડુથી 460 કિમી પશ્ચિમમાં, બઝાંગ જિલ્લામાં સાંજે 7.57 વાગ્યે અથડાયું, જેના કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા.

મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા
આ ભૂકંપના આંચકા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌર, મુઝફ્ફરનગર અને શામલી સહિત અન્ય જિલ્લાઓમાં અનુભવાયા હતા.આથી પહેલા મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. મહારાષ્ટ્રમાં આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 5 કિમી નીચે હતું. જોકે ભૂકંપની તીવ્રતા પણ ઘણી ઓછી હતી. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બરે દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ બાદ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા
ભૂકંપ બાદ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ 9મી નવેમ્બરે ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ભારત, ચીન અને નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા 6.3 હતી. ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 7 રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે, નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધુ નુકશાન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભૂકંપના કારણે માત્ર ઘણા ઘરો જ નષ્ટ થયા હતા, પરંતુ 6 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top