National

બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ બિંદી-સિંદૂર લગાડીને રસ્તા પર ન નિકળે- વીડિયો વાયરલ થયો

કર્ણાટકથી (Karnatak) શરૂ થયેલો હિજાબનો (Hijab) વિવાદ હવે બાંગ્લાદેશ (Bangladesh) સુધી પહોંચી ગયો છે. બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓના સિંદૂર લગાડવા અને બિંદી લગાડવા મામલે વિવાદ જાગ્યો છે. બાંગ્લાદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચાલી રહ્યો છે. આ વીડિયોમાં બાંગ્લાદેશમાં સ્થિત મુસ્લિમો રસ્તાઓ પર હિંદુઓને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હોય તેવું દેખાય છે. ઘમકીમાં તેઓ કહે છે કે જો કર્ણાટકમાં મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાની છૂટ નથી, તો બાંગ્લાદેશમાં કોઈપણ હિંદુ મહિલાને કોઈપણ હિંદુ ધાર્મિક પ્રતીક અને હિંદુ સંસ્કૃતિ અનુસાર રસ્તાઓ પર હરવાં-ફરવાં દેવામાં આવશે નહીં. જો ત્યાં રહેતા પુરુષ કે સ્ત્રી ધોતી, બિંદી, સિંદૂર, સાકા પહેરશે તો તેઓએ કટ્ટરવાદીઓનો ત્રાસ સહન કરવા તૈયાર રહેવું પડશે.

મળતી માહિતી અનુસાર કટ્ટરપંથીઓની આ બેઠક કથિત રીતે કર્ણાટકની પીયુ કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને પ્રવેશવાથી રોકવા માટે થઈ હતી. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કટ્ટરવાદીઓએ જે બેનર હાથમાં લીધું છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે તેઓ ભારતના કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. નીચે તેમની ઇસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશનું નામ પણ જોઈ શકાય છે. વીડિયોમાં એક નેતા સ્પષ્ટપણે નારા લગાવતા જોઈ શકાય છે કે કોઈ પણ બાંગ્લાદેશી હિન્દુ મહિલા તેમના ઘરોમાંથી બહાર નહીં આવે અને સાકા, સિંદૂર વગેરે જેવા ધાર્મિક પ્રતીકો સાથે શેરીઓમાં કે રસ્તા ઉપર ન ફરે.

Most Popular

To Top