Dakshin Gujarat

મુલદ હાઈવે પર જમવાની સાથે ચાર શખ્શોએ દારૂની માંગણી કરી, હોટલના માલિકે કહ્યું કંઈક એવું ને પછી…..

ઝઘડિયા: ઝઘડિયાના મુલદ હાઇવે (Highway) પરના ઓવરબ્રિજ (Overbridge) નજીક હોટલ (Hotel) શેરે પંજાબ આવેલી છે. જેના માલિક (Owner) ગુરુબચ્ચનસિંગ ઉર્ફે ભીખાભાઈ ગુરુદેવસિંગ અથ્થી તા. 26મીના રોજ હોટલ પર હતા તે દરમિયાન ચાર ઈસમો ફોર વ્હીલ ગાડીમાં (Car) આવી જમવાના ટેબલ પર જમવાની સાથે ઈંગ્લીશ દારૂની (Alcohol) માંગણી કરી હતી. હોટલ માલિકે જણાવ્યું કે ‘અમે દારૂ વેચતા નથી તમારે જમવું હોય તો જમી લો નહીં તો અહીંથી જતા રહો.’ આમ કહેતા જ ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. ચાર પૈકીના પાર્થ ગજેરા નામના ઇસમે હોટલ માલિકને ચપ્પુ બતાવી ધમકી આપી લોખંડનો પાઇપ તેમજ લાકડીના સપાટાથી હુમલો કરતાં ગુરુબચ્ચનસિંગ અને કિર્તેશ ગુરુબચ્ચનસિંગ અથ્થીને ઇજા પહોંચી હતી. ઝઘડિયા પોલીસે ગુરુબચ્ચનસીંગ અથ્થીની ફરિયાદના આધારે પાર્થ ગજેરા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આમોદમાં બુટલેગરે ઘરમાં વાસણોમાં છપાવેલો ૧.૫૭ લાખનો દારૂ પોલીસે શોધી કાઢ્યો
આમોદ: આમોદ નગરમાં આવેલા મેલીયા નગરીમાં રણજીત મેલા ઠાકોરને ત્યાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં બુટલેગરે વાંસણોમાં છુપાવેલી દારૂની બોટલો પણ શોધીને કબજે કરી હતી. આમોદ પોલીસે કુલ ૧,૫૭,૯૨૦ ના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર મિતાબેન રણજિત ઠાકોરની ધરપકડ કરી હતી. તે સમયે તેના પતિ રણજીત અને પુત્ર આકાશ રણજિત ફરાર થઇ ગયા હતાં. બંનેને ફરાર જાહેર કર્યા છે.

પલસાણામાં ટેમ્પાના ચોરખાનામાં દારૂની હેરાફેરી કરતો ચાલક પકડાયો, બે શખ્સો વોન્ટેડ જાહેર
પલસાણા : બુટલેગર ટેમ્પો જી.જે ૦૬ એયુ ૫૬૯૮માં પાછળના ભાગે ચોરખાનુ બનાવી તેમાં દારૂ ભરી નવાપુર બાજુથી પલસાણા તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પલસાણા પોલીસો ગંગાધરા ખાતે પેટ્રોલ પંપની સામે વોચ ગોઠવી આ ટેમ્પોને પકડી ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૫૬ જેની કિંમત ૧,૬૩,૨૦૦નો મુદ્દામાલ શોધીને કબજે કર્યો હતો. આ ઉપરાંત ટેમ્પો કિંમત ૩ લાખ તથા મોબાઇલ તેમજ રોકડ મળી કુલ ૪૬૩૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક દિલીપ મધુકર પાટીલ (રહે. નાસીક)ની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલ કીશોર પાટીલ તેમજ વિજય પાટીલને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથધરી છે.

Most Popular

To Top