૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા રૂ. ૧૨૬ કરોડ.
સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂ. ૯૬ કરોડ.
i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે રૂ. ૮૦ કરોડ.
સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂ. ૬૭ કરોડ.
એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે રૂ. ૫૧ કરોડ.
એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે રૂ. ૫૧ કરોડ.
ઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ રૂ. ૪૬ કરોડ.
સ્ટુડન્ટક સ્ટાર્ટઅપ એન્ડે ઇનોવેશન પોલિસી ૨.૦ માટે રૂ. ૪૫ કરોડ.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા રૂ. ૪૫ કરોડ.
કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા રૂ. ૪૩ કરોડ.
એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે રૂ. ૩૫ કરોડ.
રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ. ૩૧ કરોડ.
રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા રૂ. ૨૮ કરોડ.