National

દિલ્હીનાં શાહીન બાગમાં બુલડોઝર ડ્રામા, સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા દબાણકર્તાઓમાં ફફડાટ

દિલ્હી: સુપ્રીમ કોર્ટે દક્ષિણ દિલ્હીમાં દબાણ હટાવવાના અભિયાન સામે દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે સીપીઆઈએમ પાર્ટીની અરજીને ફગાવી દીધી છે. કોર્ટને ઠપકો આપતાં પૂછ્યું કે આ કેસમાં પીડિતોને બદલે રાજકીય પક્ષોએ કેમ કોર્ટનો સંપર્ક કર્યો? આજે બપોરે સુપ્રીમ કોર્ટમાં દક્ષિણ MCDમાં અતિક્રમણ હટાવવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોઈ પીડિત નથી?:કોર્ટ
કોર્ટે પૂછ્યું કે CPIM પાર્ટી આ મામલે અરજી કેમ દાખલ કરી રહી છે. કોર્ટે કહ્યું કે જો કોઈ પીડિત પક્ષ અમારી પાસે આવે તો તે સમજી શકાય છે. શું કોઈ પીડિત નથી? આ અંગે વરિષ્ઠ વકીલ પી સુરેન્દ્રનાથે જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર્સના સંગઠન તરફથી પણ એક અરજી છે. આગળ જસ્ટિસ રાવે કહ્યું કે તમારે હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો સ્ટ્રીટ વેન્ડરો પણ નિયમોનો ભંગ કરતા હશે તો તેમને પણ દૂર કરવામાં આવશે.

દેશમાં દબાણ વિરુદ્ધ ચાલી રહેલી દરેક કાર્યવાહીને રોકી નથી: કોર્ટ
કોર્ટે કહ્યું કે અમે જહાંગીરપુરીમાં હસ્તક્ષેપ કર્યો કારણ કે ઇમારતો તોડી પાડવામાં આવી રહી હતી. શેરી વિક્રેતાઓ રસ્તા પર માલ વેચે છે. જો દુકાનોને નુકસાન થતું હોય તો કોર્ટમાં આવવું જોઈતું હતું. શેરી વિક્રેતાઓ કેમ આવ્યા? કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે દિલ્હીમાં શું તૂટી ગયું છે? આ અંગે એડવોકેટ સુરેન્દ્રનાથે જણાવ્યું હતું કે દુકાનો હટાવવામાં આવી રહી છે. વધુમાં, સીપીઆઈએમના વકીલે કહ્યું કે અદાલતે પોતે જ દબાણ હટાવવાની કાર્યવાહી પર રોક લગાવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દેશમાં દબાણ વિરુદ્ધ ચાલી રહેલી દરેક કાર્યવાહીને રોકી નથી. રહેણાંક મકાનો તોડી પાડવામાં આવશે તો અમે દરમિયાનગીરી કરીશું. પરંતુ અહીં મામલો રોડ પરથી દબાણ હટાવવાનો હટાવવાનો છે.

દબાણ હટાવવા હાઈવોલ્ટેજ ડ્રામા
દિલ્હીના શાહીન બાગ(Shaheen Bagh) વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરુ થતાની સાથે જ અહી હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો તો આ કામગીરીનો કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(aap)ના નેતાઓએ પણ વિરોધ કર્યો હતો. કેટલાક સ્થાનિક નેતાઓ અને લોકોએ ત્યાં MCD બુલડોઝર(Bulldozer)ની સામે બેસીને MCD અને BJP વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પાછળથી હટાવી લેવામાં આવ્યા હતા અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે. હાલમાં શાહીન બાગમાંથી બુલડોઝર હટી ગયું છે અને દબાણ હટાવવાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શાહીન બાગની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસની મદદ માટે સીઆરપીએફના 100 તૈનાત કરવામાં આવ્યા છે.

ગરીબો પર બુલડોઝર ચલાવવા દેવામાં આવે
વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે ગરીબો પર બુલડોઝર ચલાવવા દેવામાં આવશે નહીં. આ બુલડોઝરના નામે દિલ્હીની જનતાને ખતમ કરવાની યોજના ઘડવામાં આવી છે. બુલડોઝરની કાર્યવાહી કરીને રાજકીય વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશ કાયદાથી ચાલશે બુલડોઝરથી નહીં. દબાણ હટાવવા માટે પહેલા તેને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘરેથી હટાવો. બંધારણના દાયરામાં રહીને પગલાં લેવા જોઈએ. આ પ્રદર્શનમાં મહિલાઓ પણ હાજર છે.

એમસીડીના લોકો રાજનીતિકરણ કરી રહ્યા છે: અમાનતુલ્લા ખાન
શાહીન બાગ પહોંચેલા AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને કહ્યું કે મસ્જિદની સામે એક શૌચાલય હતું, જે મેં મારા પોતાના પૈસાથી હટાવ્યું. આખી વિધાનસભામાં જ્યાં પણ દબાણ હોય એમસીડીના લોકો મને કહે છે, હું જાતે જ તેને દૂર કરાવીશ. તેઓ અહીં આવીને વાતાવરણ બગાડી રહ્યા છે. રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં એક બિલ્ડીંગની સામેના લોખંડના સળિયા, થાંભલાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. આ સળિયાનો ઉપયોગ નવીનીકરણના કામમાં થતો હતો. તેમને હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો કારણ કે ત્યાં ભારે ભીડ છે. કામદારો અને સામાન્ય લોકો મળીને તેમને દૂર કરી રહ્યા છે.

MCDના કર્મચારીઓ હાથમાં લાલ રિબન બાંધી શાહીન બાગ આવ્યા
દબાણ હટાવવા માટે આવેલા MCDના કર્મચારીઓ દ્વારા શાહીન બાગ ખાતે પોતાના હાથમાં લાલ રિબન બાંધવામાં આવી હતી. જેથી તેમની ઓળખ થઈ શકે. હાલમાં માહિતી મળી છે કે શાહીન બાગની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની એક વધારાની કંપની કાયદો અને વ્યવસ્થા માટે દિલ્હી પોલીસ સાથે જોડાયેલી છે. જેમાં લગભગ 100 જવાન CRPFમાં સામેલ છે.

Most Popular

To Top