Dakshin Gujarat

ખેડૂતોની જમીન પર હાઈ ટેન્શન લાઇનનો ઓછાયો! ખેડૂતોમાં ભારે આક્રોશ

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારી જિલ્લાઓના સેંકડો ગામડાઓમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનોને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા–સાઉથ ઓલપાડ 765 કે.વી., અમદાવાદ–સાઉથ ઓલપાડ 765 કે.વી. અને ગંધાર–હજીરા 400 કે.વી. જેવી વિશાળ વીજ લાઈનો ખેતીભૂમિ પરથી પસાર થવાની હોવાથી ખેડૂતોના જીવન અને રોજગારી પર સીધી અસર પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે,દક્ષિણ ગુજરાતમાં એકજૂટતા સાથે ખેડૂતો એ અવાજ ઉઠાવ્યો છે

તા. 29/09/2025ના રોજ આ પ્રોજેક્ટ માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર થયા બાદ હવે કલેક્ટર કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં સુનાવણી માટે નોટિસો પાઠવવામાં આવી છે. આ નોટિસોને પગલે ઓલપાડ, માંગરોળ, માંડવી, મહુવા, કામરેજ, બારડોલી સહિત અનેક તાલુકાઓના ગામડાઓમાં ખેડૂતોએ વિરોધનો સ્વર ઉઠાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, હાઈટેન્શન લાઈનોના કારણે ખેતી ઉત્પાદન ઘટશે, જમીનની કિંમતમાં ઘટાડો થશે અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થશે. વર્ષો સુધી મહેનત કરીને વિકસાવેલી જમીન પર અચાનક આવા પ્રોજેક્ટ થકી નુકસાન થવું, ખેડૂતો માટે સ્વીકાર્ય નથી.આ વિરોધને સંગઠિત સ્વરૂપ આપવા માટે સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતો દ્વારા તા. 16/02/2026ના રોજ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી, સુરત સુધી પગપાળા રેલી નું આયોજન કરવામાં આવ્યોયું છે

આ ખેડૂત યાત્રાને સફળ બનાવવા ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ તથા કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ, સહકારી આગેવાન દર્શનભાઈ નાયક અને દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ (ઓરમા) દ્વારા અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લેવામાં આવી રહી છે.આ આગેવાનો ખેડૂતોને એકજૂટ થઈ પોતાના હક માટે અવાજ ઉઠાવવા આહ્વાન કરી રહ્યા છે. ખેડુતોનો સ્પષ્ટ સંદેશ છે કે વિકાસ જરૂરી છે, પરંતુ ખેડૂતના અસ્તિત્વ અને ખેતીના ભવિષ્યને નુકસાન પહોંચાડીને નહીં. હવે જોવું એ રહ્યું કે સરકાર અને તંત્ર ખેડૂતોની માંગને કેટલું ગંભીરતાથી લે છે

Most Popular

To Top