SURAT

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાઈ લેવલ મીટિંગ,મહિલા-બાળ સુરક્ષા અને પેન્ડિંગ કેસ પર કમિશ્નર નું કડક વલણ

Surat City Crime Branch ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ જેમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંગ ગેહલોત રાગ્વેન્દ્ર વત્સ તથા ડીસીપી ભાવેશ રોજીયા હાજર રહ્યા. સાથે જ બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચ, AHTU, મિસિંગ સેલ, મહિલા પોલીસ સ્ટેશન-૧ અને ૨ તેમજ SC/ST સેલના અધિકારીઓએ ભાગ લીધો.બેઠક દરમિયાન પેન્ડિંગ ગુનાઓ અને અરજીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાં ઝડપથી અને કાયદેસરની રીતે તપાસ પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓને સૂચના આપવામાં આવી કે ફરિયાદીઓને સમયસર ન્યાય મળે તે માટે પુરાવાઓ સચોટ રીતે એકત્રિત કરી તપાસમાં ગતિ લાવવી જરૂરી છે.

મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓને લઈને કમિશનરે કડક વલણ અપનાવવાની સૂચના આપી. આવા કેસોમાં ઝડપી ડિટેક્શન, ટેકનિકલ સર્વેલન્સ અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા ભાર મૂકાયો. દરેક કેસમાં પીડિતને સુરક્ષા અને કાનૂની સહાય સમયસર મળે તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા.

સાથે સાથે સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા અને અફવા ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ યુનિટને વધુ સક્રિય બનવા જણાવ્યું.આ બેઠક દ્વારા સુરત પોલીસનો સંદેશ સ્પષ્ટ છે, પેન્ડિંગ કેસોમાં ઝડપ, મહિલાઓ-બાળકોની સુરક્ષામાં પ્રાથમિકતા અને અફવાઓ સામે ઝીરો ટોલરન્સ.સુરત શહેરમાં કાયદાનું શાસન મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર સજ્જ છે.

Most Popular

To Top