SURAT

મહાવીર હોસ્પિટલ ફૂટ ઓવર બ્રીજ તોડી નાખવા બાબતે હાઈકોર્ટે SMC કમિશનર પાસે માગ્યો ખુલાસો

સુરત: રિંગરોડ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અને મહાવીર હોસ્પિટલને જોડતો 1 કરોડ 20 લાખ ના ખર્ચે બનેલ અધૂરો ફૂટઓવર બ્રીજના હયાત સ્ટ્રકચરનું 7 વર્ષ પછી સુરત મહાનગર પાલિકાના કમિશ્નર હુકમ પછી અજેન્સી દ્વારા ડીમોલેશન શરુ કરી દેવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં રિંગરોડ વિસ્તારમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અને મહાવીર હોસ્પિટલની વચ્ચે 2012ની સાલમાં ચાલુ કરવામાં આવેલ ફૂટ ઓવર બ્રીજનું આર.સી.સી કામ પૂર્ણ થતા અને મહાવીર હોસ્પિટલ ટ્રસ્ટ ના વિરોધ ને ધ્યાને લઈને કામ તાત્કાલિક સ્થગિત કરીને ફૂટ ઓવર બ્રીજ અધુરી હાલતમાં છોડી દેવા માટે મહાનગર પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી હતી. નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મહાવીર હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા વારંવાર પત્ર લખીને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અને મહાવીર હોસ્પિટલની વચ્ચે બની રહેલ ફૂટ ઓવર બ્રીજનું કામ અટકાવીને આ પેટે બનેલ સ્ટ્રક્ચર દૂર કરવા માગણી કરવામાં આવી હતી.

ત્યાર પછી મહાનગર પાલિકાની ઘણી સંકલન મીટીંગમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર થઇ રહેલ મેળામાં ભેગા થનાર હજારો લોકો માટે તથા મહાવીર હોસ્પિટલ માં આવા વાળા સેકડો દર્દીઓ અને લોકો માટે અઠવા ગેટ થી જૂની આર.ટી.ઓ સુધી કોઇ જગ્યાએ રસ્તો ક્રોસ કરવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. રસ્તો ક્રોસ કરી રહેલ યાત્રીઓ ને ઘણી વાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ જગ્યા પર રસ્તો ક્રોસ કરતા આશરે ૫ જેટલા લોકોનું અકસ્માતમાં મોત પણ થયેલ છે. 15 થી વધારે લોકો ગંભીર ઘાયલ થયેલ છે. છતાં આ જગ્યા પર બનેલ ફૂટ ઓવર બ્રીજ કોઈ સંસ્થાના અંગત લાભ માટે આખરે તોડી નાખવા મહાનગર કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

આર.ટી.આઈ એક્ટીવીસ્ટ અને સામાજીક કાર્યકર્તા એવા સંજય ઇઝાવા દ્વારા સીનીયર વકીલ કે.આર.કોષ્ટી મારફતે નામદાર ગુજરાત હાઈ કોર્ટ માં જાહેરહિતની અરજી દાખલ કરી આ ફૂટ ઓવર બ્રીજ ફરી આજ જગ્યાપર બનાવે અને મહાનગર પાલિકા અને જનતાના નાણાનો દુરુપયોગ બદલ આ રકમ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, બંછાનીધી પાનીના અંગત ખાતામાંથી વસુલ કરવા માટે પણ માંગણી કરવામાં આવેલ છે. અરજદાર વતી વકીલ કે.આર.કોષ્ટીની રજુઆતને ધ્યાને લઈને આજ રોજ નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા ચીફ સેક્રટરી , સેક્રટરી અર્બન ડેવલપમેન્ટ, અને કમિશ્નર સુરત મહાનગર પાલિકાને નોટીસ પાઠવીને આ અંગે પોતાનો જવાબ તારીખ 6 અપ્રિલ 2021 સુધી રજુ કરવા હુકમ કરવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top