National

હાઈકોર્ટે રામરહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં નિર્દોષ જાહેર કર્યા, છતા જેલમાં જ રહેવું પડશે?

નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Sauda) ચેરમેન ગુરમીત રામરહીમ સિંહને (Gurmeet Ramrahim Singh) પંજાબ (Punjab) અને હરિયાણા હાઈકોર્ટે (Haryana High Court) રાહત આપી હતી. તેમને આજે મંગળવાર, 28 મેના રોજ ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ જ કેસમાં હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ રામરહિમને આ ચુકાદા બાદ પણ જેલમાંથી મુક્તિ નહીં મળે.

ડેરા સચ્ચા સૌદાના ચેરમેન રામરહિમને રણજીત સિંહ હત્યા કાંડમાંથી તો પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રાહત આપી હતી. પરંતુ તેઓ અન્ય બે કેસમાં જેલની અંદર જ બંધ રહેશે. અસલમાં તેમની ઉપર યૌન ઉત્પીડન અને છત્રપતી હત્યાકાંડના બે કેસ નોધાયા હતા. જેમાં રામરહિમને અનુક્રમે 20 વર્ષ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેથી તેઓએ હજી જેલમાં જ રહેવું પડશે.

જણાવી દઇયે કે આજે જે લોકોને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે નિર્દોશ જાહેર કર્યા હતા, તે લોકોનું નામ વર્ષ 2002માં રણજીત સિંહની હત્યા માટે સામે આવ્યું હતું. રણજીત સિંહ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમના સમર્થક હતા અને 10 જુલાઈ 2002ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.

ગુરમીત રામરહિમ જેલમાંથી બહાર આવી શકશે નહીં
અગાઉ રામરહીમને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમની સામે ઘણા પેન્ડિંગ કેસ પણ મળ્યા હતા. રામરહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસમાં નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં રામરહિમ જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. તેમજ હાલ રામરહીમ હાલ સાધ્વી યૌન શોષણ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

3 ડિસેમ્બર 2003ના રોજ FIR નોંધવામાં આવી હતી
સીબીઆઈએ 3 ડિસેમ્બર 2003ના રોજ રણજીત સિંહ હત્યા કેસમાં રામરહિમ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આ અરજી રણજીત સિંહના પુત્ર જગસીર સિંહે દાખલ કરી હતી. ત્યાર બાદ પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ગુરમીત રામરહીમ સિંહ અને અન્ય પાંચ સહ-આરોપીઓને આ કેસમાં આઈપીસીની કલમ 302 (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

કઇ રીતે મામલો સામે આવ્યો હતો?
અગાઉ 2022માં 22 વર્ષ પહેલા એક મામલો સામે આવ્યો હતો કે, રણજીત સિંહ પોતાની જ બહેન પાસે સાધ્વીઓના યૌન શોષણ અંગે પત્ર લખાવી રહ્યો હતો. આ પત્ર તે સમયના મુખ્યમંત્રી અટલ બિહારી વાજપાયી માટે લખવામાં આવ્યો હતો. પરંતુ પત્ર એક પત્રકાર રામચંદ્ર છત્રપતિના હાથે લાગતા તેણે પોતાના છાપામાં તેને જાહેર કરી દીધો હતો હતો. ત્યાર બાદ છત્રપતિની પણ  24 ઓક્ટોબર 2002 હત્યા કરવામાં હતી. તેના ભાઇએ FIR નોંવી હતી અને આ કેસમાં રામરહિમની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top