૨ નવેમ્બરની રાત્રે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની. ફાઇનલ મેચે સમગ્ર રાષ્ટ્રના શ્વાસ રોકી રાખ્યા હતા. આ વિજય ભારતના પ્રથમ મહિલા વર્લ્ડ કપ ટાઇટલનું પ્રતીક છે. આ ક્ષણને ઘણાં લોકો ભારતીય રમતગમત ઇતિહાસમાં સૌથી ભાવનાત્મક ક્ષણોમાંની એક ગણાવી રહ્યાં છે.વાતાવરણ ઉત્સાહપૂર્ણ હતું, સ્ટેન્ડ પર ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો અને સમગ્ર રાષ્ટ્ર જયઘોષ કરી રહ્યું હતું જ્યારે વાદળી રંગમાં મહિલાઓએ એ હાંસિલ કર્યું હતું, જેનું પેઢીઓએ સ્વપ્ન જોયું હતું.
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમે શેફાલી વર્માના મહત્ત્વપૂર્ણ ૮૭ રન અને દીપ્તિ શર્માની મેચ-વિનિંગ પાંચ વિકેટના સહારે એક પ્રભાવશાળી ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. સ્મૃતિ મંધાના, રિચા ઘોષ અને ભારતના શિસ્તબદ્ધ બોલિંગ આક્રમણે 52 રનની યાદગાર જીત સુનિશ્ચિત કરી. જ્યારે ભારતીય શહેરોમાં આતશબાજી કરાઈ, ચાહકોએ દેશભરમાં ઉજવણી કરી, જે મહિલા ક્રિકેટ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતી. દિગ્ગજો દ્વારા આ જીતની પ્રશંસા સાથે આ ઐતિહાસિક વર્લ્ડ કપ જીત ભારતીય મહિલા ક્રિકેટ અને વૈશ્વિક પ્રભુત્વ માટે નવા યુગનો સંકેત આપે છે.
આ વિજય વિશ્વમંચ પર ભારતીય મહિલા ક્રિકેટ માટે એક નિર્ણાયક ક્ષણ સાબિત થયો. તે એ પણ દર્શાવે છે કે, કેવી રીતે નાનાં શહેરોની છોકરીઓ ભારતની ક્રિકેટ કથાને ફરીથી લખી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહિલા ટીમને તેમનો પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ જીતવા બદલ 51 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. 51 કરોડ રૂપિયાનું ઇનામ ભારતને આઈસીસી તરફથી મળનારી ઇનામી રકમ કરતાં વધુ છે. ટોચની ક્રિકેટ સંસ્થા ટુર્નામેન્ટ વિજેતાઓને 4.48 મિલિયન યુએસ ડોલરનું ઇનામ આપશે, જે આશરે 39.78 કરોડ રૂપિયા થાય છે.
ભારતીય મહિલા ટીમે નવી મુંબઈના ડૉ. ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ જીતના મહત્ત્વને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. આ ફક્ત જીતની ક્ષણ ફક્ત મેદાન પર રહેલી મહિલાઓ માટે જ નહીં, પરંતુ આ આગામી પેઢીની હજારો છોકરીઓ અને ક્રિકેટરો માટે ગર્વની છે, જેમણે ફાઇનલમાંથી નવા હીરો મેળવ્યા છે.આવનારી પેઢીનાં ક્રિકેટરો, જેઓ હવે બેટ ઉપાડવાનાં છે, તેમની પાસે 16 મહિલા રોલ મોડેલ હશે, જેમની પાસેથી તેઓ પ્રેરણા લઈ શકશે.આ ભારતના ક્રિકેટ ઇતિહાસના એ ગુમનામ નાયકો માટે પણ છે, જેમણે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે અથાક મહેનત કરી છે.
ભારતીય ટીમને 2005 અને 2017ની આવૃત્તિઓમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, તે છેલ્લા અવરોધમાં નિષ્ફળ ગઈ હતી. જો કે, 2025માં બધું બદલાઈ ગયું. કારણ કે, યજમાન ટીમે તેમનાં ઘરઆંગણાનાં ચાહકો સામે આઠ ટીમોની ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ ફાઇનલ મુકાબલામાં ભારતે રમતના ત્રણેય વિભાગોમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, જે ટીમના પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું મુખ્ય કારણ હતું. રમતની શરૂઆત દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય સાથે થઈ હતી. શેફાલી વર્માની 87 રનની ઇનિંગને કારણે ભારતે બોર્ડ પર 298 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે પછી સદી ફટકારી. જો કે, આ ઇનિંગ નિરર્થક રહી. કારણ કે, દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપીને ભારતને 52 રનથી જીત અપાવી.
શેફાલીએ પણ બે વિકેટ લીધી અને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. વર્લ્ડ કપમાં ભારતની સફળતાને તેના સારા-નરસા સંદર્ભ વિના જોઈ શકાય નહીં અને ચાહકોને નિઃશંકપણે યાદ અપાવવામાં આવ્યું કે રમત કેટલી આગળ વધી ગઈ છે. 2017માં મિતાલી રાજની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે મહિલા ક્રિકેટમાં અનેકગણી જાગૃતિ આવી, જે ભૂતપૂર્વ કેપ્ટનના ત્યાગથી ભરેલી કારકિર્દીમાં જોવા મળી હતી તેના કરતાં ઘણી વધારે હતી. પરંતુ તે પછીનાં મહિનાઓ અને વર્ષોમાં રમત સ્થિર થઈ ગઈ. લોર્ડ્સની હાર પછી ભારતીય ટીમ છ મહિનાથી વધુ સમય સુધી બીજી કોઈ ઓડીઆઈ રમી શકી નહીં. મહિલા આઈપીએલ-શૈલીની લીગ માટે યોજનાઓ બનાવીને આવા યાદગાર દોરનો મહત્તમ લાભ ઉઠાવવાની માંગને સતત એમ કહીને અવગણવામાં આવી કે, તેમાં ઊંડાણનો અભાવ છે.
આ એક પ્રકારનો પાઠ છે જે ભારતીય ક્રિકેટ પ્રશાસકો શીખી શકે છે અને ખાતરી કરી શકે છે કે મહિલાઓની રમત માટે રોકાણમાં વધારો કરવામાં આવે. પ્રવાસોનું વધુ સારું આયોજન, સંપૂર્ણ અંડર-19 અને A કાર્યક્રમ અને જમીની સ્તરે ક્રિકેટ પર ગંભીર ધ્યાન આપવામાં આવે. ઓછામાં ઓછા હવેથી બે-ત્રણ વર્લ્ડ કપ બાદ ટીમનો ભાગ રહેલી ખેલાડીઓની સફરની મૂળ વાર્તા સમાન નહીં હોય. તેમની પાસે જોવા માટે મહાન આદર્શ હીરો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.