SURAT

સુરતમાં હૃદયવિદારક ઘટના: એક જ પરિવારના 4એ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ

3ના મોત,સ્યુસાઇડ નોટથી તપાસ તેજ

સુરતમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની અને એક દીકરીના મોત થયા છે, જ્યારે બીજી દીકરીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર આર્થિક સંકડામણમાં હતો તેવી શક્યતા સામે આવી રહી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસના કહેવા મુજબ પરિવાર પર કોઈ વ્યક્તિ દ્વારા રૂપિયા માટે દબાણ કરવામાં આવતું હતું એવી માહિતી પણ સામે આવી રહી છે, પરંતુ આ અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઘટનામાં મોતને ભેટેલા ત્રણેય લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે:

પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવશે. બીજી તરફ બચી ગયેલી દીકરીની હાલત અંગે ડોક્ટરો સતત નજર રાખી રહ્યા છે.તેમજ પોલીસે તપાસના ભાગરૂપે મૃતકોના મોબાઇલ ફોન પણ કબજે લીધા છે. સાથે જ પરિવારના નજીકના લોકો અને સગા-સંબંધીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત વિગતો અને મોબાઇલ ડેટાના આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક રીતે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પરિવારે વ્યાજે રૂપિયા લીધા હોઈ શકે છે, તેનાથી માનસિક દબાણ સર્જાયું હોઈ શકે છે. જોકે, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને સંબંધિત વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવાની પણ તૈયારી શરૂ કરી છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે. સ્થાનિક લોકો અને સોસાયટીના રહેવાસીઓ પણ આ બનાવથી સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ હવે તમામ પાસાઓની તપાસ કરીને સાચું કારણ બહાર લાવવા પ્રયત્ન કરી રહી છે.ચાર લોકો નો સામુહિક આપઘાત નો પ્રયાસમાં બાલમુકુન્દ પરિવાર હોવાની વાત સામે આવી રહી છે,

પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે,પતિ પત્ની અને બે દીકરી નો પરિવારમાં સમાવેશ છે,એક દીકરી નો બચાવ થયો છે,બને દીકરી ની ઉમર 5 થી 7 વર્ષ હોવાનું અનુમાનહજી આપઘાત નું કારણ અકબંધ,

Most Popular

To Top