નવી દિલ્હી: પુણે પોર્શ અકસ્માત કેસ (Pune Porsche Accident Case) મામલે આરોપી સગીરના બ્લડ ટેસ્ટ કરવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલાની પારદર્શીતાને યથાવત રાખવા માટે સગીરના બે હોસ્પિટલોમાં બ્લડ ટેસ્ટ (Blood test) કરાવ્યા હતા. જેમાંથી એક હોસ્પિટના ટેસ્ટમાં તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા હતા. જ્યારે બીજી હોસ્પિટલના (Hospital) રિપોર્ટમાં સામે આવ્યુ હતું કે સગીરે અકસ્માતના દિવસે નશો કર્યો હતો.
મળેલ માહિતી મુજબ આ કેસ હેઠળ જે હોસ્પિટલના રિપોર્ટમાં સગીરને ક્લીન ચિટ આપવામાં હતી. તે હોસ્પિટલના બે ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી હતી. આ ડોક્ટરો પૈકી એક ડોક્ટરની આજે તબિયત લથડી હતી. અસલમાં આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે સાસૂન હોસ્પિટલના બે ડોક્ટરોની ધરપકડ કરી હતી. તેમના ઉપર આરોપી સગીરના બ્લડ રિપોર્ટ સાથે ચેડાં કરવાનો અને આ કાર્ય માટે 3 કરોડની લાંચ લેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસે લાંબી પૂછપરછ બાદ ડો.શ્રીહરિ હર્લોર અને ડો.અજય તાવરેની ધરપકડ કરી હતી. આજે સવારે ધરપકડ કરાયેલા ડો. શ્રીહરિ હાર્લરની તબિયત અચાનક લથડી હતી. હાર્લરે પોલીસને ઈન્ફેક્શન હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જણાવી દઇયે કે શ્રીહરિ હાર્લોર પર તેમના સહયોગી ડૉ. અજય તાવરેના કહેવા પર સગીર આરોપીના લોહીના નમૂના બદલવાનો આરોપ છે. શ્રીહરિ હાર્લોર સાસૂન હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા છે, જ્યારે ડૉ. અજય તાવરે સાસૂન હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના વડા છે.
ડીએનએ ટેસ્ટમાં બ્લડ સેમ્પલમાં ફેરફાર જાહેર થયો
અકસ્માત સર્જનાર સગીર આરોપીને 19 મેના રોજ તબીબી તપાસ માટે પુણેની સાસૂન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરના પરિવારજનોએ ડોક્ટરને પૈસાની લાલચ આપી હતી. શ્રીહરિ હર્લોલે સગીરના બ્લડ સેમ્પલ લીધા હતા, પરંતુ તેમાં આલ્કોહોલ હોઈ શકે છે તે સમજ્યા બાદ રિપોર્ટને બદલવા માટે લાંચ પણ સ્વીકારી હતી.
આટલું જ નહીં રજા પર ગયેલા ડો.અજય તાવરે ખાસ કરીને આ ગુનો છુપાવવા દરમિયાનગીરી કરી હતી. આ પછી, બીજા દર્દીના લોહીના નમૂનાને પરીક્ષણ માટે આપવામાં આવ્યા હતા, પરંતુ પુણે પોલીસે સગીરના લોહીના નમૂનાને ડીએનએ પરીક્ષણ માટે અન્ય લેબમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે બ્લડ સેમ્પલ બદલવાનો મામલો સામે આવ્યો હતો.