સુરત : સુરત શહેરમાં હાલમાં ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી છે. આ વિસર્જન યાત્રા વચ્ચે હજીરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હજીરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સામે બે બાઇક અથડાઈ હતી. જેના પગલે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બે લોકો ઈજાગ્રસ્ત થતા સિવિલ ખસેડાયા
હજીરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામ સામે અથડાઈ હતી. જેના પગલે હોમગાર્ડ સહિત બે લોકો ઘવાયા હતા. બને ઇજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાયા હતા. જીગ્નેશ પીપળીયા નામનાં હોમગાર્ડ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. અન્ય એક ઘાયલ થયેલા વ્યક્તિનું નામ રાહુલ કુમાર જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના મામલે તેઓના પરિવારજનોને જાણ કરાઈ છે.
ડીંડોલીમાં માથાભારે યુવકે છરો બતાવીને પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
સુરત: ડિંડોલીમાં માથાભારે યુવકે એક સંતાનની માતાને છરો બતાવીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી દીધી હતી. આ યુવકનો ત્રાસ વધી જતાં મામલો પોલીસમથકમાં પહોંચ્યો હતો. ડિંડોલી પોલીસે આરોપી કિરણ ઉર્ફે સોનુ પાપડી નામના યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી મહાદેવનગરમાં રહેતો કિરણ ઉર્ફે સોનુ ઉર્ફે સોનુ પાપડી રાજુ જાદવ સ્થાનિક વિસ્તારમાં રહેતી 27 વર્ષિય મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ કિરણે મહિલાના ઘરે જઇ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો અને છરો બતાવી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતની જાણ થઇ જતાં મહિલાના માતાએ કિરણને ઠપકો આપ્યો હતો. પરંતુ કિરણ સુધર્યો ન હતો અને તેને વારંવાર મહિલાને બહાર બોલાવીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજારેયો હતો. આ બનાવ અંગે મહિલાએ તેના પતિ અને પરિવારને વાત કરી પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કિરણની ધરપકડ કરી હતી.