હાલમાં આપણી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અગાઉ ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા દરમ્યાન જે તેનું સરેરાશ તાપમાન હતું, તેના કરતા 1.5 અંશ સે.નો વધારો થઇ ચૂકયો છે. ‘લાન્સેટ કાઉન્ટ ડાઉન ઓન હેલ્થ એન્ડ કલાઇમેટ ચેઇન્જ’ એ હમણાં ‘લાન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલ’ સામયિકમાં પોતાનો નવો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ ‘પેરિસ હવામાન કરાર’નો સ્વીકાર કરવાના આરોગ્ય સંબંધી લાભોને સમજાવે છે. પેરિસ હવામાન કરાર સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને 2 અંશ સે.ની મર્યાદામાં રાખવા પર ભાર મૂકે છે. આ અભ્યાસ સંશોધન ચીન, જર્મની, બ્રાઝીલ, ભારત, ઇન્ડોનેસિયા, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, ઇંગ્લેંડ અને અમેરિકામાં હાથ ધરવામાં આવ્યું હતું.
સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને કારણે હિંદી મહાસાગર દુનિયાના બીજા સમુદ્રો કરતાં વધારે ઝડપે હૂંફાળો બની રહ્યો છે?
હવામાન પરિવર્તન અંગેની આંતરરાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાનીઓની બનેલી પેનલ ‘IPCC’ એ તેનો અત્યાર સુધીનો 6ઠ્ઠો અહેવાલ ‘કલાઇમેટ’ હિંદી મહાસાગર બીજા સમુદ્રો કરતા વધારે ઝડપે ગરમ થઇ રહ્યો છે. આ સંશોધનના લેખકોના જણાવ્યા પ્રમાણે હિંદી મહાસાગરના આ રીતે ગરમ થવાને કારણે સમુદ્રોના જળસ્તરો ઊંચા જવાની ઘટનાઓમાં વધારો થઇ શકે. પરિણામે નીચાણવાળા વિસ્તારો રેલસંકટ ગ્રસ્ત થાય. આ અહેવાલ વધારામાં જણાવે છે કે જો સરેરાશ વૈશ્વિક તાપમાનને ઔદ્યોગિક ક્રાંતિના સમયે જે તાપમાન હતું, તે તાપમાન કરતા તેને 1.5 અંશ સે. વધારાની મર્યાદામાં રાખવામાં સફળતા મળે, તો પણ આત્યંતિક હવામાનની ઘટનાઓ જોવા મળશે. ગરમીના મોજાઓ, મૂશળધાર વરસાદની પરિસ્થિતિ અને બરફના ચોસલાઓ પીગળવાની ઘટનાઓ ઉદ્ભવશે, જે ભારતને પણ અસરગ્રસ્ત કરી શકે!
G – 7 સમૂહના 7 ઉદ્યોગ સમ્પન્ન દેશોએ કોલસા આધારિત પાવર પ્લાન્ટોને ટેકો ન આપવાનો નિર્ણય કર્યો?
‘G – 7’ સમૂહના 7 ઉદ્યોગ સમ્પન્ન દેશોના પર્યાવરણ મંત્રીઓએ આજકાલ વધી રહેલા સરેરાશ વૈશ્વિક તાપમાનને નિયંત્રણમાં રાખવા બાબતે 2 દિવસની વર્ચ્યુઅલ મિટીંગનું આયોજન કર્યું હતું. આ મિટીંગના યજમાનપદે ઇંગ્લેંડ હતું. હાલમાં ઇંગ્લેંડ આ G – 7 સાત દેશોના સમૂહનું પ્રમુખપદ શોભાવે છે. આ દેશોએ વર્ષ 2021ના અંત પછી કોલસા આધારિત પાવર પ્લાન્ટોને ટેકો ન આપવાનો નિર્ણય લીધો હતો.
ઇંગ્લેંડની ‘મેઇટ ઓફિસ’ દ્વારા વિશ્વ હવામાન સંસ્થાના નેતૃત્વ હેઠળ વૈશ્વિક વાર્ષિકથી શરૂ કરીને 10 વર્ષીય હવામાન અપડેટને રજુ કરવામાં આવ્યો?
ઇંગ્લેંડની UK મેઇટ ઓફિસ દ્વારા વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના નેતૃત્વ હેઠળ ઇંગ્લેંડના વાર્ષિકથી શરૂ કરીને 10 વર્ષીય હવામાન અપડેટને રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2021 – વર્ષ 2025ના સમયગાળામાં સરેરાશ વૈશ્વિક તાપામાન હંગામી ધોરણે 1.5 અંશથી પણ આગળ વધી જઇ શકે. આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું સરેરાશ વૈશ્વિક તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના તાપમાન કરતા 1.5 અંશ સે.થી પણ આગળ વધી જાય તેની સંભાવના 0.4 (40 %) છે.
- ‘ગ્લોબલ વોર્મિંગ’ની ઘટના શું છે?
‘ગ્લોબલ વોર્મિંગ’ એ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓ જેવા કે કાર્બનડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ વગેરે જમા થવાને કારણે ઉદ્ભવતી ઘટના છે. - નિમ્ન વાતાવરણમાં જમા થયેલા ગ્રીન હાઉસ વાયુઓ સૂર્યની ગરમીને સપડાવે છે અને તે ગરમીને પૃથ્વીના સંસર્ગમાં રાખે છે, જે ગરમી માનવી અને પ્રાણીઓના જીવન માટે જરૂરી છે પણ જો આ વાયુઓ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં વધારે પ્રમાણમાં જમા થાય તો તેને કારણે જે તે સ્થળના સરેરાશ તાપમાનમાં વધારો થવાની ઘટના ઉદ્ભવે છે.
- ઇ.સ. 1700ની ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થવાની સાથે માનવીએ અશ્મિ બળતણો જેવા કે કોલસો, ઓઇલ અને કુદરતી ગેસનો કાર, ટ્રક જેવા વાહનોમાં અને ફેકટરીઓમાં ઉપયોગ શરૂ કર્યો. તેથી અશ્મિ બળતણના દહનને કારણે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં વધારે ગ્રીન હાઉસ વાયુઓ જમા થવા લાગ્યા હતા.
- આનું પરિણામ એ આવ્યું કે છેલ્લા 8 લાખ વર્ષોમાં પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જેટલા જથ્થામાં કાર્બનડાયોક્સાઇડ નહોતો, તેનાથી વધારે જથ્થામાં કાર્બનડાયોક્સાઇડ વાયુ હાલમાં પૃથ્વીના નિમ્મ વાતાવરણમાં જમા થયો છે.
- વર્ષ 1870થી શરૂ કરીને અત્યાર સુધીમાં સમુદ્રની જળસપાટીમાં 8 ઇંચ જેટલો વધારો થઇ ચૂક્યો છે.
- આ ગ્લોબલ વોર્મિંગ (સરેરાશ તાપમાન વધવાની ઘટના)ને કારણે પર્યાવરણ પર દેખીતી અસર થઇ છે. હિમાલયની પર્વતમાળામાં સરકતા બરફના ચોસલાઓ સંચોકાવા માંડ્યા છે. નદીઓના અને સરોવરોના પાણીમાંનો બરફ પીગળી રહ્યો છે.
- વૃક્ષો, છોડવાઓ પર સમય કરતા વહેલા ફૂલો આવી જતાં જોવા મળે છે.
સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક (SDG – સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ) બાબતે કેરાલા પ્રથમ ક્રમે આવ્યું?
સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો (SDG – સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ) બાબતે ભારતના નીતિ આયોગે જે તે રાજ્ય સરકારો સાથે, કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે, સ્ટેટીસ્ટીક્સ અને કાર્યક્રમ અમલીકરણ પ્રધાનમંડળ સાથે ભારતમાં UNOના નેતૃત્વ હેઠળની એજન્સીઓ સાથે અને કેન્દ્રીય પ્રધાનમંડળના પ્રધાનો સાથે ચર્ચા કરીને સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક (SDG) નક્કી કર્યો હતો. સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક બાબતે કેરાલા પ્રથમ ક્રમે આવ્યું હતું. તેને 75 પોઇન્ટ મળ્યા હતા. ત્યાર પછી તામિલનાડુ બીજા ક્રમે, આંધપ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉત્તરખંડ ત્રીજા ક્રમે, સિક્કીમ ચોથા ક્રમે અને મહારાષ્ટ્ર પાંચમા ક્રમે આવ્યા હતા.