અમેરિકામાં લગભગ છેલ્લા ત્રણેક દશકથી ઘર આંગણે રોજબરોજનો નાનો મોટો સામાન, ઇલેકટ્રોનિકસ અને ઇલેકટ્રીક સામાન, ચીજવસ્તુઓ બનતાં નથી. ચીને તે બનાવવાનું શરૂ કર્યું તે અગાઉ અમેરિકા ઘણો સામાન જાપાન, દ. કોરીયા અને યુરોપથી આયાત કરતું હતું. જાપાને તો મોટરકારોના નિર્માણમાં અમેરિકાને ટક્કર આપી હતી છતાં હજી અમુક અમેરિકન કંપનીઓ મોટરકાર બનાવે છે. આજે અમેરિકાની સૌથી મોટી વિદેશી આવક ડિજિટલ સર્વિસો જેવી કે ગૂગલ, યુટયુબ, કોમ્પ્યુટર્સ અને વિમાનો તેમ જ લશ્કરી સાધન સરંજામની નિકાસમાંથી આવે છે.
લકઝરી ગૂડસ, ઘડિયાળો, પેન, હેન્ડબેગ્સ, કપડાં, ઇલેકટ્રોનિકસ ગેઝેટસ, રોજબરોજનો સામાન કન્ઝ્યુમર્સ ગૂડસ્ અમેરિકા વિદેશોમાંથી અને ખાસ કરીને ચીનમાંથી મંગાવે છે. અમેરિકામાં આવી અને અન્ય ચીજોનું ઉત્પાદન કરતાં કારખાનાંઓ દાયકાઓથી બંધ છે. કારીગરો રહ્યા નથી. આવા સમયે આયાતી સામાન પર જેટલી ટેરીફ લાદવામાં આવે તે અમેરિકાની ઉચ્ચ મધ્યમ વર્ગ અને તેથી નીચેની પ્રજાને મળતી ચીજવસ્તુઓની કિંમત બમણી જેટલી કરી દેવાની વાત છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે અચાનક ટેરિફ ટેકસ લાદી દીધો તેનાં સૌથી વિપરીત પરિણામો અમેરિકાની પ્રજા પર આવી શકે છે. કોઇ પણ ઉદ્યોગો એમ અચાનક ઊભા થઇ જતાં નથી. શ્રી ટ્રમ્પ જો ટેરીફ નાખવા માગતા હતા તો પ્રથમ એ તૈયારી કરવી જોઈતી હતી કે એ ચીજવસ્તુઓ ઘર આંગણે બને અથવા મિત્ર દેશોમાં બને. તૈયારીમાં સમય લાગી જાય. વળી અમેરિકા ઘર આંગણે ચીજોનું ઉત્પાદન કરે તો પણ ત્યાં લઘુતમ વેતન દર એટલા ઊંચા છે કે એ ચીજોની પડતર કિંમત ખૂબ ઊંચી રહેવાની. સિવાય કે માત્ર યંત્રો વડે ચીજો બનાવવાની હોય.
કલ્પના કરો કે ભારત કરતાં ચીનનું જીવનધોરણ ઊંચું છે. મજૂરી મોંઘી છે છતાં ચીનની ચીજવસ્તુઓ ભારતમાં જ ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓ કરતાં સસ્તી અને વધુ વેચાતી હોય તો ત્રિરાશી પ્રમાણે અમેરિકનોને એ ચીજો ખૂબ સસ્તી પડે છે. ચીની વસ્તુઓની ગુણવત્તા કિંમત પ્રમાણે હોય છે, છતાં આજે એમ ન કહી શકાય કે ચીની સામાન તકલાદી હોય છે. અમેરિકાની તમામ ઇલેકટ્રોનિકસ અને ઇલેકટ્રીકલ કંપનીઓ પોતાના સામાનનું ચીનમાં નિર્માણ કરાવે છે. ભારત, તાઈવાન, વિયેતનામ, કમ્બોડિયા, શ્રીલંકા, લેટિન અમેરિકાના દેશોના ફાળે થોડો થોડો હિસ્સો આવે છે. કોવિડ કાળમાં સપ્લાય ચેઇન (વ્યવસ્થા) બદલવાની જરૂર જણાઈ પછી બાકીના દેશોના ભાગે અમુક કમાણી કરવાની તક આવી છે.
ભારતમાં એપલ, સેમસંગ વગેરે કંપનીઓ દ્વારા સ્માર્ટ ફોનનું નિર્માણ શરૂ થયું છે. ચીન પર અમેરિકાએ 125 ટકાથી વધુ ટેરિફ લાદ્યો છે તેનો લાભ ભારતને મળી શકે. જો ટ્રમ્પ એમની તાજી નીતિ પર કાયમ રહે તો! ભારત સાથે આગામી મહિનાઓમાં ફ્રી ટ્રેડના કરાર થાય તેવી શકયતા છે. પરંતુ ઘરઆંગણે ચીજો ખૂબ મોંઘી થવાથી પ્રજા દ્વારા શ્રીમાન ટ્રમ્પને હાલ તુરંત ચીન સાથે સમાધાન કરવાની ફરજ પડાય એવું પણ બને. પૂરી તૈયારી વગર ટેરિફ વધારવાનું કૃત્ય પગ પર કુહાડો મારવા સમાન છે. વાસ્તવમાં ચીન કે દુનિયાના દેશોની સસ્તી મજૂરીનો લાભ અમેરિકનો, યુરોપીઅનો અને ભારતનાં લોકો પણ ઉઠાવી રહ્યાં છે.
ગયા વરસે અમેરિકનોએ જે માઈક્રોવેવ ખરીદ્યાં હતાં તેમાંનાં 90 ટકાનું નિર્માણ ચીનમાં થયું હતું. સમગ્ર દુનિયાને એકલું ચીન 75 ટકા માઈક્રોવેવ પૂરાં પાડે છે. ફ્રીઝ, પંખા, એસી વગેરેમાં પણ ચીન મોખરે છે. ભારતની ઘણી કંપનીઓ પણ ચીનમાં નિર્માણ કરાવે છે અને માત્ર લેબલ જ ભારતમાં બને છે. વરસ દહાડે અમેરિકામાં જે જે ચીજોની ચીનમાંથી એક અબજ ડોલર કરતાં વધુ કિંમતની આયાત થાય છે તેવી પચાસ ચીજોની ટ્રમ્પ સરકારે યાદી બનાવી છે અને તેમાં માઈક્રોવેવ ઓવન પણ છે. અર્થાત્ અમેરિકા વરસે એક અબજ ડોલરથી વધુ કિંમતના માઈક્રોવેવ ચીનમાંથી જ મંગાવે છે.
75 ટકાથી વધુ મોબાઈલ ફોન, વિડિયો ગેમ, કોન્સલ, ફુડ પ્રોસેસરો, પંખાઓ, રમકડાં, બાર્બી ઢીંગલીઓ, ટ્રાઈ સાઈકલ, સ્કુટરો અને બાળકો માટેનાં વાહનો ગયા વરસે અમેરિકાએ ચીનમાંથી આયાત કર્યાં હતાં. બાર્બી ડોલની માલિક કંપની માટેલે ચેતવણી ઉચ્ચારી છે કે 125 (એકસો પચ્ચીસ) ટકા જેટલા ટેરિફથી અમેરિકાને ફાયદાને બદલે નુકસાન વધુ થશે. અમેરિકામાં પ્રજાએ પ્રદર્શનો અને દેખાવો શરૂ કરી દીધાં છે. શ્રીમાન ટ્રમ્પે હાલ તુરંત 90 દિવસ માટે ચીનને બાકાત કરતાં બાકીના દેશો માટે દસ ટકાની ટેરિફ સ્થગિત કરી છે.
ભારતમાં જોઈએ એટલો કૌશલનો વિકાસ થયો નથી. બેરોજગારો બેસુમાર છે, પણ કુશળ કારીગરો ઓછા છે. ભારતમાં બનેલા પંખા, ચીનમાં બનેલા પંખા જેટલી જ અથવા વધુ કિંમતના હોય છે. અમેરિકાએ ગયા વરસે જરૂરિયાતના 90 ટકા પંખાઓ ચીન પાસેથી આયાત કર્યા હતા અને દસ ટકા બીજા દેશો પાસેથી. ચીનની અસર ભારત પર પણ એટલી નકારાત્મક છે કે ભારતના ઉદ્યોગો પણ ચીનની સ્પર્ધાને કારણે ખીલી શકયા નથી. અન્યથા હવા ખાવાના પંખાઓ કોઇ કવોન્ટમ ફિઝિક્સ નથી. અમેરિકા ઇચ્છે એવા પંખાનું નિર્માણ ભારતમાં આસાનીથી થઇ શકે પણ એ ધગશ અને ચેતના દેશના વેપારીઓમાં કે રાહબરોમાં જણાતી નથી. શ્રી નરેન્દ્ર મોદીએ આવીને મેઇક ઇન ઇન્ડિયાનો પ્રશંસનીય આરંભ કર્યો ત્યાર બાદ ભારતના નિર્માતાઓને પોતાનામાં શ્રદ્ધા જાગી છે. મનમોહનસિંહના સમયમાં હિન્દુ દેવ-દેવીઓની તસવીરો પણ ચીનથી આયાત થતી હતી.
દુનિયામાં નિર્માણ ક્ષેત્રે ચીનનું આટઆટલું પ્રભુત્વ છે ત્યારે વૈકલ્પિક ઉત્પાદકો શોધવાનું અને પરવડે તે કિંમતે ચીજો મેળવવાનું અમેરિકા માટે આસાન નહીં હોય. અમેરિકાને ભારતની મદદની ખૂબ જરૂર પડશે અને તે માટે લાંબા સમયના વેપારી કરારો કર્યા બાદ ભારતે વિવિધ ચીજોના નિર્માણક્ષેત્રમાં આગળ વધવું જોઇએ. આ સમયમાં ભારતને જે જમ્પ અથવા પ્રોત્સાહન મળશે તેનો લાભ ખૂબ લાંબા ગાળા માટે મળશે. દેશનો આત્મવિશ્વાસ વધશે.
આજે અમેરિકામાં લોકો કામની કે ભવિષ્યમાં કામ આવનારી ચીજોની ધડાધડ ખરીદી કરી રહ્યા છે, કારણે ટેરિફ બાદ વધુ મોંઘી પડશે. પણ ચીન એવું નહીં કરે. અમેરિકન કંપનીઓ પણ પોતાનાં કારખાનાં ચીનમાંથી ઉઠાવીને બીજા દેશોમાં લઇ જવા માગશે તો પણ તે એટલું સરળ નહીં રહે. અમુક કુશળતા અને હિસ્સાઓ અથવા સ્પેરપાર્ટસમાં ચીનની તૂતી બોલે છે, જેમ કે વિડિયો ગેમ્સ કોન્સોલ્સ અને મોબાઈલ ફોન્સ, છતાં આજે આ ક્ષેત્રમાં ભારત અને તાઈવાન શ્રેષ્ઠ વિકલ્પો બનશે.અમેરિકાએ સ્વદેશમાં આ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો પ્રથમ તો કારીગરોની ખોટ જણાશે.આજે પણ એપલના 80 ટકા ફોન ચીનમાં અને 20 ટકા ભારતમાં બને છે. આ ટેરિફ ભારત માટે એક મહત્ત્વની તક બની શકે છે. હાલમાં તો ભારત પણ માગને પહોંચી વળવા માટે સજ્જ નથી.
અમેરિકામાં દર વરસે પાંચ કરોડ નંગ એપલ સ્માર્ટફોનના વેચાય છે. જેમાંથી ભારત અઢી કરોડ નંગ પૂરા પાડી શકે. બાકીના પચાસ ટકાની કોઇ બીજી રીતે વ્યવસ્થા અમેરિકાએ કરવી પડશે. એવું પણ બને કે ટ્રમ્પ અમુક કંપનીઓને ટેરિફમાંથી મુક્તિ આપે. પણ હજી સુધી એવી કોઇ જાહેરાત થઇ નથી. પાઘડીનો વળ છેડે આવે તે પહેલાં તો ઘણાં બીજાં વળો અને ચળવળો જોવા મળશે. આખરી પરિણામો નક્કી થવામાં વર્ષો લાગી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.