National

ઇચ્છામૃત્યુ પ્રક્રિયામાં હરીશ રાણા: હવે પાણી પણ બંધ, AIIMSમાં અંતિમ તબક્કાની શરૂઆત

દિલ્હીની AIIMS Delhiમાં દાખલ હરીશ રાણા ઇચ્છામૃત્યુની પ્રક્રિયામાં અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ ધીમે ધીમે દૂર કરવામાં આવી રહી છે, જેમાં પહેલાથી જ ઓક્સિજન સપોર્ટ અને ટ્યુબ દ્વારા અપાતું ભોજન બંધ કરી દેવામાં આવ્યું હતું, અને હવે તેમને પીવાનું પાણી પણ બંધ કરવામાં આવ્યું છે. ગાઝિયાબાદના 31 વર્ષીય હરીશ રાણા છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર સ્થિતિમાં હતા. અકસ્માત બાદ તેઓ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બની ગયા હતા, બોલવાની કે પ્રતિસાદ આપવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. તાજેતરમાં Supreme Court of Indiaના ઐતિહાસિક ચુકાદા બાદ તેમને નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (passive euthanasia) માટે મંજૂરી આપવામાં આવી છે.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠો બંધ કર્યા બાદ ફીડિંગ ટ્યુબ પર કેપ મૂકવામાં આવશે, જોકે ટ્યુબ દૂર કરવામાં આવશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા તબીબી પ્રોટોકોલ હેઠળ ખૂબ જ સંવેદનશીલ રીતે હાથ ધરાઈ રહી છે. AIIMSના ડૉક્ટર્સના કહેવા મુજબ, આ પ્રક્રિયા પૂર્ણ થવામાં આશરે 2 થી 4 અઠવાડિયા લાગી શકે છે. આ માટે ડૉ. સીમા મિશ્રાના નેતૃત્વ હેઠળ એક વિશેષ તબીબી ટીમ રચાઈ છે, જેમાં ન્યુરોસર્જરી, પેલિએટિવ મેડિસિન, એનેસ્થેસિયા અને મનોરોગ ચિકિત્સા વિભાગના નિષ્ણાતો સામેલ છે. આ મુશ્કેલ સમયમાં હરીશ રાણાનો પરિવાર તેમની સાથે છે અને ભારે દિલથી પોતાના પુત્રને આ મુશ્કેલ જિંદગી જીવી રહેલા એમના લાલને ભારે હૈયે અને આસુંભરી આંખો સાથે વિદાય આપવા તૈયાર થઈ રહ્યો છે.

Most Popular

To Top