મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં લાઉડસ્પીકર(Loudspeaker)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ ધાર્મિક સ્થળ પર મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે લાઉડસ્પિકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે.
આ વિવાદ વચ્ચે નાશિક(Nasik) પ્રશાસને પણ મોટો નિર્ણય લીધો છે. લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહી.
મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવવા પર પ્રતિબંધ
આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ મહારાષ્ટ્રના ડીજીપી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ અને મુંબઈ કમિશનર બેસીને લાઉડસ્પીકર અંગે નિર્ણય લેશ અને માર્ગદર્શિકા નક્કી કરશે. આવી પરિસ્થિતિ (ધાર્મિક તણાવ) ને સંભાળવા માટે પોલીસ તૈનાત છે. અમે ધ્યાન રાખીએ છીએ કે કોઈપણ પ્રકારનું ટેન્શન ન રહે.
હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે: નાસિક પોલીસ કમિશનર
નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું કે હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. અઝાનની 15 મિનિટ પહેલા કે પછી તેને મંજૂરી આપવામાં આવશે નહી.મસ્જિદના 100 મીટરની અંદર પણ હનુમાન ચાલીસાને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આ આદેશ આપવામાં આવ્યો છે. દીપક પાંડેએ વધુમાં જણાવ્યું કે 3 મે સુધી એટલે કે ઈદ સુધી તમામ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી લેવી પડશે. 3 મે પછી જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ ઠાકરેએ આપી હતી ધમકી
લાઉડસ્પીકર વિવાદ મામલેરાજ ઠાકરેએ અલ્ટીમેટમ આપ્યું હતું. લાઉડ સ્પિકર હટાવવા મામલે તેઓએ ધમકી આપતા જણાવ્યું હતું કે, નમાઝ માટે રસ્તા અને ફુટપાથ શા માટે જોઈએ ? ઘરે નમાજ અદા કરો. પ્રાર્થના આપની છે, અમે શા માટે સાંભળીએ. રાજ્ય સરકારને અમે કહેવા માગીએ છીએ કે, અમે આ મુદ્દે પાછીપાની નહીં કરીએ. જો તેમને અમારી વાત સમજમાં નથી આવતી, તો આપની મસ્જિદ સામે અમે હનુમાન ચાલીશા વગાડીશું. આપને જે કરવું હોય તે કરી લો. તેમણે એવું પણ કહ્યું કે, એવુ ક્યા ધર્મમાં છે, જે બીજા ધર્મને તકલીફ આપે છે.
આ પછી મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોના શહેરોમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સેંકડો મહિલાઓની સાથે સાંસદ નવનીત રાણાએ પણ પણ હનુમાન ચાલીસાનું વાંચન કર્યું હતું. વારાણસીના અલીગઢમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. બીજેપી નેતા મોહિત કંબોજે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ દેશભરમાં મફત લાઉડસ્પીકરનું વિતરણ કરશે. તેમણે અપીલ કરી હતી કે લોકો દરરોજ હનુમાન ચાલીસા ભજવે.