Entertainment

‘હમારે બારાહ’ને મળી હાઇ કોર્ટમાં ક્લીન ચીટ, હવે આ તારિખે થશે ફિલ્મ રિલીઝ

નવી દિલ્હી: થોડા સમય પહેલા જ અન્નુ કપુરની (Annu Kapoor) ફિલ્મ ‘હમારે બારાહ’ને (Hamare Barah) લઈને ઘણો વિવાદ થયો હતો. કારણ કે આ ફિલ્મમાં મુખ્યત્વે વધતી જતી જનસંખ્યા વિષે વાત કરવામાં આવી છે. ત્યારે 7 જૂને રિલીઝ (Release) થનારી ફિલ્મને વિવાદોને કારણે 14 જૂન સુધી ટાળી દેવામાં હતી. જો કે મુંબઇની હાઇકોર્ટમાં કેસની સુનાવણી બાદ આ ફિલ્મને ક્લિન ચીટ (Clean cheat) મળી ગઇ છે.

ઘણાં વિવાદોમાં સપડાવાને કારણે હમારે બારહ ફિલ્મની રિલીઝ બે વાર મોકૂફ રાખવામાં આવી હતી. તેમજ આ ફિલ્મ વિરુધ્ધ કેસ નોંધાતા ગઇ કાલે આ મામલે મુંબઇની હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં અન્નુ કપૂર સ્ટારર હમારે બારહને બોમ્બે હાઈકોર્ટમાંથી ક્લીન મળી ગઈ છે અને હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. દરમિયાન, મેકર્સ દ્વારા હમારે બારહની નવી રિલીઝ ડેટની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ દિવસે રિલીઝ થશે હમારે બારાહ
હમારે બારહ ફિલ્મ 7 જૂન 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેથી વિવાદોના કારણે ફિલ્મની રિલીઝ ડેટને લંબાવવામાં આવી હતી. જોકે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝને 14 જૂન સુધી ટાળી દીધી હતી.

આ પછી 19 જૂને બોમ્બે કોર્ટમાં યોજાયેલી બીજી સુનાવણી દરમિયાન કોર્ટે સ્વીકાર્યું હતું કે હમારે બારાહમાં કંઈ વાંધાજનક નથી અને ફિલ્મ મહિલાના સશક્તિકરણની વાત કરે છે. હાઈકોર્ટના આ આદેશ બાદ હમારે બારાહનો રસ્તો આસાન થઈ ગયો અને મેકર્સને મોટી રાહત મળી હતો. આવી સ્થિતિમાં હવે ગુરુવારે ફિલ્મ નિર્માતાએ હમારે બારહની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જે મુજબ આ ફિલ્મ હવે આવતીકાલે એટલે કે શુક્રવાર 21મી જૂને મોટા પડદા પર રિલીઝ થશે.

સ્ટાર કાસ્ટને ધમકીઓ મળી હતી
હિલ્મની રિલીઝ પહેલા જ હમારે બારાહ ફિલ્મની સ્ટાર કાસ્ટને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અન્નુ કપૂર સહિત અન્ય સ્ટાર કાસ્ટે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, હવે જ્યારે તેમની ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, આ ખબરે ચોક્કસપણે ફિલ્મ સ્ટાર્સના ચહેરા પર ખુશી લાવી છે.

Most Popular

To Top