ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે યોજાતી પ્રખરતા શોધ કસોટી 28મી જાન્યુઆરી 2026ના રોજ લેવાશે. આ કસોટી માટે આવેદનપત્રો ભરનારા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
શાળાઓએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટની પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી, તેમજ આચાર્યના સહી સિક્કા કરી વિદ્યાર્થી પરીક્ષાર્થીને આપવાની રહેશે.