National

હાજીપુરમાં ડીજે ટ્રોલી 11,000 હાઈ ટેન્શન વાયરની ચપેટમાં આવતા 9 કાવડીયાઓના મોત

નવી દિલ્હી: બિહારના (Bihar) હાજીપુરમાં આજે સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના (Tragedy) બની હતી. અહીં કાવડિયાઓને લઈ જતી ડીજે ટ્રોલી 11,000 વોલ્ટના હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી હતી. જેમાં 9 કાવડિયાઓના (Kavadia) મોત થયા હતા. તેમજ વીજ કરંટ (Electric current) લાગવાથી અડધા ડઝન જેટલા લોકો દાઝી ગયા હતા. દરમિયામ પ્રશાસને તમામને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ઘટનાની વિસ્તૃત માહિતી મુજબ તમામ કાવડિયા હાજીપુરના ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સુલતાનપુર ગામના રહેવાસી હતા. તેમજ સોમવારે સવારે બધા બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ વૈશાલી જિલ્લાના હાજીપુર-ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામમાં રાત્રે 11:00 વાગ્યે ગામ છોડીને જઈ રહ્યા હતા. તે દરમિયાન 11,000 હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવવાને કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ કાવડિયાઓના મોત થયા હતા, જ્યારે અડધો ડઝન લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને હાજીપુર સદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કઇ રીતે સર્જાયો અકસ્માત?
મળેલી માહિતી મુજબ તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તમામ હાજીપુરના ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામના રહેવાસી છે. કાવડિયાઓની ટોલી ડીજે ટ્રોલી લઈને સુલતાનપુર ગામથી સોનપુરના પહેલજા ઘાટ સુધી પહોંચી હતી. દરમિયાન કાવડિયાઓ સોમવારે સવારે પહેલજા ઘાટ પરથી જળ લઈને બાબા હરિહરનાથ મંદિરે જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. ત્યાર બાદ ગામના મંદિરમાં પૂજા અને જલાભિષેક કરવાના હતા. પરંતુ યાત્રા નિપર ગેટ પાસે બાબા ચૌહરમલ સ્થાને પહોંચી હતી ત્યારે ડીજે ટ્રોલી હાઇ ટેન્શન વાયર સાથે અથડાઇ હતી અને ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

લોકોમાં શોકનો માહોલ
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો અને ગામમાં સર્વત્ર ચકચારી મચી ગઇ હતી. તેમજ લોકોમાં વીજ વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે સમયસર વીજલાઈન કપાઈ ન હતી અને વહીવટી તંત્ર અને પોલીસ સમયસર પહોંચી ન હતી. જેથી સ્થાનીક લોકોએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી.

મૃતકોની યાદી

  • રવિ કુમાર
  • રાજા કુમાર
  • નવીન કુમાર
  • અમરેશ કુમાર
  • અશોક કુમાર
  • ચંદન કુમાર
  • કાલુ કુમાર
  • આશી કુમાર

Most Popular

To Top