National

‘હદ છે.. હું કેપ્ટન અંશુમાનની પત્ની નથી’, આખરે ટ્રોલિંગથી પરેશાન આ મહિલા કોણ છે?

નવી દિલ્હી: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા (Social media) પર પાછલા થોડા સમયથી એક મહિલાને કેપ્ટન અંશુમાન સિંહની (Captain Anshuman Singh) પત્ની તરીકે ટ્રોલ કરવામાં આવી રહી છે. કારણ કે આ મહિલા કેપ્ટન અંશુમાન સિંહની પત્નીની જેમ હુમહુ દેખાય છે. ત્યારે આ ટ્રોલથી પરેશાન થઇ મહિલાએ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

અસલમાં આ મહિલા કેરળની છે અને ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ઇન્ફ્લુએન્સર છે. રેશ્મા સેબેસ્ટિયન નામની મહિલા ઇન્ફ્લુએન્સરે કહ્યું કે તે કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ સિંહ નથી. હકીકતમાં લોકોનું કહેવું છે કે રેશ્મા અને કેપ્ટન અંશુમાન સિંહની પત્નીનો ચહેરો અને હેરસ્ટાઇલ એક સમાન છે. આ જ કારણ છે કે લોકો રેશ્માને સ્મૃતિ સિંહ માની ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે જણાવી દઇયર કે રેશ્મા સેબેસ્ટિયન જર્મનીમાં રહે છે. તેમજ તેણીની એક ચાર વર્ષની પુત્રી પણ છે. રેશ્માના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે.

હદ છે… પહેલા બાયો વાંચો: રેશ્મા
રેશ્માએ પોતાનો પક્ષ જણાવતા લખ્યું હતું કે આ વાત ખુબ જ વાહિયાત છે! મારી ઓળખનો દુરઉપયોગ કરીને સ્મૃતિ સિંહ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ત્યારે અમે કાયદાકીય કાર્યવાહી કરવાના છીએ. મારી તસવીરો અને ફેશન વીડિયો જોઇ લોકો સ્મૃતિ સિંહને ટ્રોલ કરી રહ્યા છે.

રેશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ ફીડ પર લખ્યું, “એક હદ હોય છે. આ સ્મૃતિ સિંહ (ભારતીય સૈનિક કેપ્ટન અંશુમાન સિંહની વિધવા) નું પેજ/આઈજી એકાઉન્ટ નથી. પહેલા પ્રોફાઇલ વિગતો અને બાયો વાંચો. કૃપા કરીને ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો અને કૃપા કરીને ખોટી ટિપ્પણીઓ ફેલાવવાનું ટાળો.”

શહીદ કેપ્ટન અંશુમનાના પિતાએ શું કહ્યું?
શહીદ કેપ્ટન અંશુમાનના પિતા રવિ પ્રતાપ સિંહે પૈસા સંબંધિત કોઈપણ વિવાદને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી, જેમાંથી સ્મૃતિને 35 લાખ રૂપિયા અને અમને 15 લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારે સેના દ્વારા મળેલા 1 કરોડ રૂપિયામાંથી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડના અમને રૂ. 50 લાખ અને સ્મૃતિ રૂ. 50 લાખ મળ્યા છે, મેં ક્યારેય કહ્યું નથી કે મારી પુત્રવધૂ બધા પૈસા લઈને ભાગી ગઈ છે, જો કે કેટલીક વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર આ ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.’’

કેપ્ટન અંશુમાન સિયાચીનમાં શહીદ થયા હતા
19 જુલાઈ 2023ના રોજ સિયાચીનમાં ભારતીય સેનાના દારૂગોળાના સ્ટોરમાં આગ લાગી હતી. ત્યારે કેપ્ટન અંશુમાને પોતાના સાથી સૈનિકોના જીવ બચાવીને પોતા જીવનં બલિદાન આપ્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવાર, 6 જુલાઈએ કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા.

Most Popular

To Top