H-1B વિઝા – અમેરિકાનું ‘ટેલન્ટેડ ઇમિગ્રેશન’ વિશ્વનાં ટોચનાં કુશળ કામદારોને અમેરિકન કંપનીઓમાં લાવવા માટે ૧૯૯૦માં શરૂ થયું. આ વિઝા ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને હેલ્થ કેર જેવા ખાસ વ્યવસાયો માટે વપરાય છે, જેમાં બેચલર ડિગ્રી અથવા તેનાથી વધુ ભણતર જરૂરી છે. વાર્ષિક ૮૫૦૦૦ વિઝાની મર્યાદા છે, જે લોટરી સિસ્ટમ દ્વારા અપાય છે. ૨૦૨૫ની વાત કરીએ તો લાખો અરજીઓ વચ્ચે ફક્ત ૨૫% જ સફળ થઈ છે. અમેરિકા માટે આ વિઝા માત્ર ‘ટેલન્ટ ઇમ્પોર્ટ’ નથી; તે અમેરિકન મજૂર વર્ગની નોકરીઓ પર પ્રશ્નચિહ્ન પણ છે, કારણ કે ઘણી વખત કંપનીઓ અમેરિકનોને બદલે સસ્તા વિદેશી કામદારોને લેવાનું પસંદ કરે છે જેને કારણે અમેરિકનોના રોજગારને અસર થાય છે.
૨૦૨૫માં, આ વિવાદ MAGA આંદોલનના હાર્દ સુધી પહોંચી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં, H-1Bને લઈને આંતરિક વિભાજન ઊભું થયું: એક તરફ ટ્રમ્પ અને તેમના ટેક-બિલિયનેર્સ (જેમ કે એલોન મસ્ક) તેને ‘ગ્લોબલ ટેલન્ટ’તરીકે સમર્થન આપે છે, તો બીજી તરફ MAGAના હાર્ડકોર સમર્થકો (જેમ કે લોરા ઇન્ગ્રાહામ, માર્જોરી ટેલર ગ્રીન) તેને ‘અમેરિકન નોકરીઓનો ચોર’ કહે છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં એક લાખ ડોલરની નવી ફી અને ડિસેમ્બરમાં વધુ કડક નિયંત્રણોની જાહેરાતે આ વિવાદને ભડકાવ્યો.
અગાઉ કહ્યું તેમ H-1Bની શરૂઆત ૧૯૯૦માં થઈ, જ્યારે અમેરિકા વૈશ્વિક આઈટી તેજીમાં પ્રવેશ્યું. અમેરિકન કોંગ્રેસે ૬૫૦૦૦ વિઝાઓની મર્યાદા નક્કી કરી, જે ૨૦૦૪માં વધીને ૮૫૦૦૦ થઈ. આ વિઝાના મુખ્ય લાભાર્થી ભારત અને ચીન હતાં. ૨૦૨૫માં ૭૦% વિઝા ભારતીયોને મળ્યા છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ આ વિઝાના ઉપયોગથી વિદેશી કામદારોને અમેરિકામાં લાવે છે, જેના કારણે ટીકા એ થાય છે કે તેઓ અમેરિકનોની નોકરીઓ ખાઈ જાય છે. એક અભ્યાસ અનુસાર, H-1Bને કારણે IT જોબ્સમાં વેતન ૧૦થી ૨૦ ટકા ઘટે છે.
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેમણે H-1Bને ‘અમેરિકન જોબ્સનો ચોર’ કહી ચકાસણી કડક કરી. પરંતુ ૨૦૨૫માં, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં, તેમનો અભિગમ બદલાયો. નવેમ્બર ૧૨, ૨૦૨૫ના ફોક્સ ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યુમાં, લોરા ઇન્ગ્રાહામે તેમને કહ્યું: ‘H-1B વિઝા અમેરિકન્સને નુકસાન પહોંચાડે છે.’ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો: ‘અમેરિકામાં કેટલીક ટેલન્ટ્સની અછત છે, એટલે આપણે વિદેશી કુશળ કામદારોની જરૂર છે.’ આ કમેન્ટથી MAGAને ભૂકંપનો આંચકો લાગ્યો – ઇન્ગ્રાહામે કહ્યું: ‘આ વાત એન્ટી-MAGA છે!’
૨૦૨૫માં ટ્રમ્પના વિરોધાભાસી પગલાંને કારણે H-1B વિવાદનું કેન્દ્ર રહ્યું. સપ્ટેમ્બર ૧૯, ૨૦૨૫ના, અમેરિકન સરકારે નવા H-1B વિઝા માટે એક લાખ ડોલરની નવી ફી જાહેર કરી – જે નવા H-1B અરજીદારો માટે ખૂબ મોટો આંચકો હતો. આને MAGAએ ‘અમેરિકા ફર્સ્ટ’ની જીત કહી, પરંતુ નવેમ્બરમાં ટ્રમ્પની ‘ટેલન્ટ શોર્ટેજ’ કમેન્ટે તેમને નારાજ કર્યા. માર્જોરી ટેલર ગ્રીન (MTG)એ કહ્યું કે H-1B વિઝા અમેરિકન્સની નોકરી ખાઈ જાય છે જે મારા વૉટર્સનો મુખ્ય મુદ્દો છે.
ડિસેમ્બર ૩, ૨૦૨૫ના રોજ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ‘એન્હાન્સ્ડ વેટિંગ’એટલે વધુ કડક ચકાસણી જાહેર કરી. H-1B અરજદારો (અને તેમના પરિવારના સભ્યો)ના LinkedIn પ્રોફાઇલ્સ તપાસવાનું શરૂ કર્યું અને તેમાં સેન્સરશિપ, મિસઇન્ફોર્મેશન અથવા કન્ટેન્ટ મોડરેશન જેવાં કામોમાં જોડાયેલાં લોકોને રિજેક્ટ કરવાનું શરૂ કર્યું. પરંતુ MAGA માટે આ પગલું પૂરતું નહોતું. તેમની માંગ તો વિઝા પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરવાની રહી છે. આ વિવાદમાં ભારતીય IT લોબી ITServe પણ ફસાઈ. એક જૂના વીડિયોમાં ભારતીય-અમેરિકન વકીલ પ્રિયા મુર્થીના ટ્રમ્પ વિરુદ્ધ ‘પ્રોફેનિટી-લેડ’ની વાતના ક્લિપ્સ વાયરલ થયા, જેને MAGAએ H-1B ક્રાઇમ સિન્ડિકેટ ગણાવ્યું.
વિવેક રામસ્વામી ITServeની ૨૦૨૫ની કોન્ફરન્સમાંથી ખુદ હટી ગયા. ITServeએ જવાબમાં ટ્રમ્પના ‘મેરિટ-બેઝ્ડ રિફોર્મ્સ’ને સમર્થન આપ્યું, જેને કેટલાકે ‘પાર્ટીઝન અલાઇનમેન્ટ’કહ્યું. X પર આ વિવાદ વધુ ભડક્યો. કેટલાકે H-1Bને અમેરિકન જોબ્સ ચોરી કહ્યું તો કોઇકે H-1Bને અમેરિકન લેબર યુદ્ધ કહ્યું. કોઈકે કહ્યું કે અમેરિકામાં ૪થી૫ મિલિયન ઊંચી IQ ધરાવતા અમેરિકન્સ છે અને H-1Bને કારણે તેમને અવગણવામાં આવે છે. આ બધી પોસ્ટ્સ ખૂબ વાયરલ થઈ. જો કે આ વિવાદમાં MAGA વિભાજિત જોવા મળ્યું. ટ્રમ્પના ટેક-બિલિયનેર્સ (મસ્ક, વિવેક) H-1Bને ઇનોવેશન તરીકે જુએ છે જ્યારે હાર્ડકોર MAGA (ઇન્ગ્રાહામ, MTG) તેને ‘અમેરિકા ફર્સ્ટ’નું વિરોધી કહે છે. પોલિટિકો અનુસાર, ૨૦૨૫ની ચૂંટણીઓમાં આ મુદ્દાને કારણે ટ્રમ્પની પાર્ટીને ૫થી૯ સીટોનું નુકસાન થયું.
આ સમગ્ર મુદ્દાની અમેરિકન અર્થતંત્ર પર અસર જોઈએ તો એક લાખ ડોલર ફીથી ટેક કંપનીઓને ૧૦ બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને ૫૦ હજારથી વધુ H-1B જોબ્સ ઘટી છે. સામે અમેરિકન IT વેતન ૫-૧૦% વધ્યા છે. ભારતીય IT ફર્મ્સ (TCS, Infosys)ના $50 બિલિયનના રેમિટન્સને ૭૦% અસર થઈ છે. ટ્રમ્પનો અભિગમ વ્યૂહાત્મક રહ્યો છે. તેઓ એક લાખ ડોલર ફી અને કડક ચકાસણીથી H-1Bને મર્યાદિત કરીને MAGAને ખુશ કરવા પ્રયત્ન કરે છે અને ‘ટેલન્ટ શોર્ટેજ’ની કમેન્ટથી ટેક લોબીને ખુશ કરે છે. પરંતુ ટ્રમ્પની આ ડબલ-ગેમ MAGAને વિશ્વાસઘાત લાગે છે. કંપનીઓ H-1Bના ઉપયોગથી કર્મચારીને આપવા પડતાં વેતનમાં ૨૦-૩૦%નો ઘટાડો કરી શકે છે. પરંતુ ટ્રમ્પ દ્વારા કરાયેલા ફી વધારાને કારણે અમેરિકા ૨૦૩૦ સુધીમાં એક મિલિયન STEM જોબ્સ ગુમાવી શકે છે.
ઇમિગ્રેશન અને ઇનોવેશન વચ્ચે સંતુલન જરૂરી છે. અમેરિકન્સ ઈચ્છે છે કે પોલિસીમાં સ્પષ્ટતા કરી H-1Bને મેરિટ આધારિત બનાવી શકાય. મિનિમમ વેતનમાં વધારો કરવો અને STEM એજ્યુકેશન વધારી નોકરીઓમાં અમેરિકન્સને પ્રાયોરિટી આપવા જેવાં પગલાં લઈ શકાય. સાથે જ રિફોર્મ પણ જરૂરી છે. H-1B વિવાદ માત્ર વિઝા વિવાદ નથી પરંતુ MAGAએ તેને અમેરિકન મજૂર વર્ગની લડત ગણાવી છે. ૨૦૨૫માં ટ્રમ્પના વિરોધાભાસી પગલાંએ MAGAમાં તિરાડ પાડી છે પરંતુ એક લાખ ડોલરની જંગી ફી અને કડક ચકાસણી જેવા સુધારા MAGA માટે આશાનું કિરણ છે. જો ટ્રમ્પ બંને વચ્ચે સંતુલન ન સાધી શક્યા તો ૨૦૨૬ની ચૂંટણીઓમાં ટ્રમ્પની પાર્ટી GOPને મોટું નુકસાન થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.