ગાંધીનગર,તા.9
ગુજરાતે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવીને ટકાઉ શહેરી આયોજન અને આધુનિક વિકાસનું રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચતું મોડેલ ઊભું કર્યું છે. ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ સાથે રાજ્ય સરકારે શહેરોને વધુ હરિયાળા, સ્વચ્છ અને રહેવાસયોગ્ય બનાવવા માટે બહુઆયામી પહેલો અમલમાં મૂકી છે, જેના પરિણામો હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે.
શહેરોમાં ગ્રીન કવર વધારવાનો લક્ષ્યાંક.
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ગુજરાતના શહેરોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવી રહ્યા છે. બાગ-બગીચા, અર્બન ફોરેસ્ટ અને સ્પોન્જ પાર્ક્સ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા વરસાદી પાણીનું સંચય અને ભૂગર્ભજળ રિચાર્જને પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 340થી વધુ ગ્રીન અને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 146 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે.

90 લાખ વૃક્ષારોપણથી શહેરોમાં લીલો શ્વાસ
શહેરોને હરિયાળા બનાવવા માટે રાજ્ય સરકારે 99 લાખ વૃક્ષારોપણનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેમાંથી 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં આશરે 90 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ થયું છે. આ અભિયાનથી શહેરી હીટ આઇલેન્ડ અસર ઘટાડવા સાથે હવાની ગુણવત્તા સુધારવામાં પણ મદદ મળી રહી છે.
‘કૅચ ધ રેઇન’થી પાણી સુરક્ષામાં મોટો ઉછાળો
વરસાદી પાણીના સંગ્રહ માટે અમલમાં મૂકાયેલી ‘કૅચ ધ રેઇન’ પહેલ હેઠળ રાજ્યભરમાં 2,900થી વધુ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ વિકસાવવામાં આવી છે. પરિણામે શહેરોની પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત હજારો નવા પ્રોજેક્ટ્સ અમલ, ટેન્ડર અને આયોજનના તબક્કામાં છે.
લેકફ્રન્ટ, સોલાર અને વેસ્ટવોટર રિયુઝ પર ભાર
શહેરી વિકાસ વર્ષમાં 140 લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી અડધાથી વધુ પૂર્ણ કે પ્રગતિ પર છે. સાથે જ, 285થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ અને RTWW યોજના હેઠળ 656 MLD પાણીના પુનઃઉપયોગથી ટકાઉ વિકાસને વેગ મળ્યો છે. ક્લીન એર એક્શન પ્લાન્સ દ્વારા તમામ મહાનગરપાલિકાઓને આવરી લેવામાં આવી રહી છે.
ઝીરો લેગસી વેસ્ટ તરફ ગુજરાત
ગુજરાત સરકારે માર્ચ 2026 સુધીમાં શહેરોમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં ઓળખાયેલા 304 લાખ મેટ્રિક ટન કચરામાંથી 281 લાખ મેટ્રિક ટનથી વધુનો વૈજ્ઞાનિક નિકાલ થઈ ચૂક્યો છે. સાથે જ, ₹2,756 કરોડના ખર્ચે 1,823થી વધુ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ અમલમાં મૂકાયા છે. ટકાઉ શહેરી આયોજન, પર્યાવરણ સંરક્ષણ અને જીવન ગુણવત્તામાં સુધારા કરશે.
‘શહેરી વિકાસ વર્ષ–2025’ – ગુજરાતનું ટકાઉ અર્બન મોડેલ શહેરી વિકાસ વર્ષનો હેતુ
• ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ સાથે શહેરોમાં જીવનગુણવત્તા સુધારવાનો પ્રયાસ
• ટકાઉ શહેરી આયોજન, પર્યાવરણ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર એકસાથે ભાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ
• 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવાની યોજના
• અર્બન ફોરેસ્ટ, સ્પોન્જ પાર્ક્સ અને ગાર્ડન ડેવલપમેન્ટ દ્વારા માઇક્રો-ક્લાઇમેટ સુધારવાનો પ્રયાસ
• કુલ 340થી વધુ ગ્રીન પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક, જેમાંથી 146 પૂર્ણ વૃક્ષારોપણથી શહેરોમાં હવા અને તાપમાન પર અસર
• 99 લાખ વૃક્ષારોપણનું લક્ષ્યાંક
• અત્યાર સુધીમાં 90 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ
• હીટ આઇલેન્ડ ઇફેક્ટ ઘટાડવા અને હવાની ગુણવત્તા સુધારવામાં સહાયક ‘કૅચ ધ રેઇન’થી પાણી સુરક્ષામાં ક્વાન્ટમ જમ્પ
• 2,900થી વધુ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અમલમાં
• વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો
• પાણીની અછત ધરાવતા શહેરી વિસ્તારો માટે લાંબા ગાળાનો ઉકેલ તળાવો અને લેકફ્રન્ટ રિડેવલપમેન્ટ
• 140 લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનું આયોજન
• 54 પૂર્ણ, 57 પ્રગતિ પર
• જળસંચય, પર્યાવરણ સંરક્ષણ અને શહેરી સૌંદર્યમાં વધારો સ્વચ્છ ઊર્જા અને પાણી પુનઃઉપયોગ
• 285થી વધુ સોલાર પ્રોજેક્ટ્સનું આયોજન
• RTWW યોજના હેઠળ 656 MLD પાણી પુનઃઉપયોગ માટે ઉપલબ્ધ બનશે
• કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પાણી સંરક્ષણ તરફ દૃઢ પગલાં ક્લીન એર એક્શન પ્લાન
• તમામ મહાનગરપાલિકાઓને આવરી લેવાનો લક્ષ્યાંક
• ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર માટે પણ યોજના તૈયાર
• શહેરી પ્રદૂષણ સામે સ્ટ્રક્ચર્ડ એક્શન ઝીરો લેગસી વેસ્ટનું ટાર્ગેટ • માર્ચ 2026 સુધી 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય
• 304 લાખ MTમાંથી 281 લાખ MTથી વધુ કચરાનો નિકાલ
• વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન દ્વારા પર્યાવરણ અને જાહેર આરોગ્ય સુરક્ષા નાણાકીય પ્રતિબદ્ધતા
• ₹2,756 કરોડથી વધુના ખર્ચે 1,823થી વધુ સ્વચ્છતા પ્રોજેક્ટ્સ
• 1,533 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVPs)ની ઓળખ અને નિકાલ