ગાંધીનગર : દુબઈ થઈ યુરોપ જવાન નીકળેલા એક ગુજરાતી પરિવારને લીબિયામાં બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, પરિવારજનો પાસે બે કરોડની ખંડણી મારી હતી. બંધક બનાવેલા પરિવારના ત્રણયે સભ્યોને સલામત પરત લાવવા પરિવારજનોએ કલેકટર સમક્ષ રજુઆત કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા તેમની પત્ની હીના અને ત્રણ વર્ષનો પુત્રી દેવાંશી યુરોપના પોર્ટુગલ જવા અમદાવાદથી દુબઈ થઈને નીકળ્યા હતા. જોકે આ ચાવડા પરિવારને એજન્ટોએ વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી કરી પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા. લીબિયા પહોંચેલા આ પરિવારને એક અજ્ઞાત સ્થળે લઈ જઈ બંધક બનાવી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ બંધકોએ ચાવડા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી વોટસએપ મેસેજ દ્વારા તેમના નજીકના પરિજનોને મેસેજ મોકલી બે કરોડની ખંડણીની માંગણી કરી હતી. ખંડણીનો મેસેજ મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓએ તાત્કાલિક મદદ માટે કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરી હતી.