ગાંધીનગર(Gandhinagar): રાજસ્થાન (Rajasthan) પર સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આજે વહેલી સવારે (Early Morning) ગાઢ ધૂમ્મસવાળુ વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) તથા ગાંધીનગરમાં સવારે વિઝિબિલીટી ઘટી જતાં નજીકનું પણ દેખાતું નહીં હોવાથી વાહનચાલકોને હાલાકી પહોંચી હતી. સવારે સૂર્યોદય બાદ સાડા આઠ પછી નજીકનું થોડુક દેખાતું થયુ હતું.
- ગાંધીનગરમાં વહેલી સવારે વિઝિબિલીટી ઘટી ગઇ
- ધૂમ્મસની સાથે સવારે વાતાવરણમાં તિવ્ર ઠંડીનો પણ અનુભવ થયો
ધૂમ્મસની સાથે સવારે વાતાવરણમાં તિવ્ર ઠંડીનો પણ અનુભવ થયો હતો. જો કે આજ રાજયમાં ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. આગામી ૪૮ કલાક દરમિયાન રાજયમાં ઠંડીમાં 3 ડિગ્રી સુધી રાહત અનુભવાશે, તે પછી આગામી ૩ દિવસ દરમ્યાન રાજયમાં ઠંડીનો પરો ૫ ડિગ્રી સુધી નીચે ગગડી જશે, એટલે ફરીથી હાજા ગગડાવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમદાવાદમાં ૧૪ ડિ.સે., ગાંધીનગરમાં ૧૨ ડિ.સે., ડીસામાં ૧૬ ડિ.સે., વડોદરામાં ૧૩ ડિ.સે., સુરતમાં ૧૬ ડિ.સે., ડિ.સે., ભાવનગરમાં ૧૩ ડિ.સે., રાજકોટમાં ૧૨ ડિ.સે., અમરેલીમાં ૧૬ ડિ.સે., સુરેન્દ્રનગરમાં ૧૮ ડિ.સે., મહુવામાં ૧૫ ડિ.સે., ભૂજમાં ૧૭ તથા નલિયામાં ૧૬ ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.