અમદાવાદ,
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી વહીવટી તંત્રના આ નિર્ણયથી અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ સીધા પ્રભાવિત થશે.
યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓ યોજવાની તૈયારી કરી હતી, જેમાંથી બે ફેઝની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે ચૂંટણી પ્રક્રિયાને કારણે એપ્રિલના બદલે મે મહિનામાં લેવામાં આવશે.
નવી જાહેરાત મુજબ પરીક્ષા તારીખોમાં કરવામાં આવેલા મુખ્ય ફેરફારો મુજબ
16 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ હવે 1 મે થી શરૂ થશે
24 એપ્રિલની પરીક્ષાઓ હવે 12 મે થી લેવામાં આવશે
5 મે થી શરૂ થતી પરીક્ષાઓ હવે 21 મે થી યોજાશે
આ ફેરફારોને કારણે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન સહિતની તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત બનશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) હેઠળ અભ્યાસ કરતા તેમજ ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓને હવે મે મહિનાની ગરમીમાં પરીક્ષા આપવી પડશે.
પરીક્ષાના નવા સમયપત્રક મુજબ- 1 મે થી શરૂ થતી પરીક્ષાઓ
B.A., B.Com., B.Sc., B.B.A., B.C.A., B.R.S. (સેમેસ્ટર 4 અને 6),
M.A. (સેમેસ્ટર 3),
ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર 2, 4, 6, 8, 10),
LL.B. (સેમેસ્ટર 2), B.Ed. (સેમેસ્ટર 2)
12 મે થી શરૂ થતી પરીક્ષાઓ
M.A., M.Com., M.Sc., M.R.S., M.M.C.J., M.Ed. (સેમેસ્ટર 2),
B.A., B.Com., B.Sc., B.B.A., B.C.A. (સેમેસ્ટર 2),
NEP હેઠળના UG કોર્સ (સેમેસ્ટર 4)
21 મે થી શરૂ થતી પરીક્ષાઓ
NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ