Gujarat

રાજયભરની જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ મેગા સર્ચ ઓપરેશન, હર્ષ સંધવી ચાંપતી નજર

ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) પોલીસ (Police) ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, ડીજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠક પૂર્ણ થયાના થોડા જ સમયમાં સુરતની લાજપોર સહિતની રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ (Mobile) પણ લઈ લેવાયાની હાલ ચર્ચા છે. નવાઈની વાત તો એ છે કે દરોડા (Raid) પાડનારા તમામ અધિકારીઓએ બોર્ડી વોર્ન કેમેરા લગાવેલા હોવાની વાત જણાય છે.

સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ જેલમાં પહોંચી હતી. જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા પછી લાજપોર જેલમાંથી કોઈ કેદી પાસે શું મળે છે? એ હવે આગામી સમ યમાં જાણવા મળશે. હાલમાં જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંધવી ત્રિનેત્ર રૂમમાંથી સતત જેલોમાં ચાલી રહેલી કામગીરી પર નજર રાખી રહ્યા છે. રાજ્યની તમામ જેલોમાં તપાસનો ધમધમાટ શરૂ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેલમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. સૂત્રો કહે છે કે દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો, છતાં ઉત્તર પ્રદેશમાં એક શખસની હત્યા કરાવી હતી. તેણે વોટ્સએપ કોલથી વાત કર્યા હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત જેલમાં કેદીઓને અપાતુ ભોજન, બેરેક સહિતની બાબતોનું ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. લાજપોર જેલનાં એસપી જે.એન.દેસાઇએ જણાવ્યું હતુ કે શુક્રવારે રાત્રિના સમયે અધિકારીઓ દ્વારા જેલ વિઝીટ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top