ગાંધીનગર: દિયોદર ખાતે મંગળવારે પીએમ (PM) મોદીને ગ્રીન ફિલ્ડ ડેરી સંકુલ અને બટાકા (Potato) પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ સમારંભમાં સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તર ગુજરાતના પશુપાલકો- દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે.
ગુજરાત સહકારી ક્ષેત્રના પ્રભાવનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના દ્રષ્ટિવંત આયોજનની છાપ આજની દૂધ સહકાર ચળવળમાં દેખાય છે. આપણા વડાપ્રધાને ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવા સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાનો કરેલો સંકલ્પ સાકાર કરવા બનાસ ડેરી પણ પથદર્શક બનશે.
બનાસકાંઠા જિલ્લો બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી પટેલે જણાવ્યું પટેલે કહ્યું હતું કે, આજના પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ બટાટા ઉત્પાદનોને મૂલ્ય વૃદ્ધિ સાથે વૈશ્વિક બજાર ઉપલબ્ધ કરશે. સાથે સાથે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓની દૂધ સહકારી મંડળીઓમાં ભાગીદારનું પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરશે. આ વર્ષે બનાસ ડેરીમાં આજે કાર્યાન્વિત પ્રકલ્પો ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો – ખેડૂતોના જીવનમાં નવી દિશા આપશે. વડાપ્રધાને દરેક ગામમાં ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરેલા આહવાનને ગુજરાત સાકાર કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો પણ એ દિશામાં અગ્રેસર છે. સાથે સાથે ધરતી માતાનું સ્વાસ્થ જાળવવાની સાથે સાથે ગૌ-પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો.
પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સુકા ભઠ્ઠ ગણાતા વિસ્તારમાં દૂઘ ઉત્પાદક મહિલાઓએ દૂધ ઉત્પાદનના નવા આયામ પ્રસ્થાપિત કર્યા છે. બનાસ ડેરીએ પણ તેમાં મૂલ્યવર્ધન કરીને દૂઘ ઉત્પાદકોની મહેનતને રંગ આપ્યો છે. સાથે ડેરીએ શરૂ કરેલા બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટને પણ પ્રેરણાદાયી ગણાવ્યો હતો.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન મોદી જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે તેમણે એક નવો વિચાર આપ્યો છે. પાણીની સમસ્યાને ધ્યાને લઇને સ્પિંકલર-ડ્રીમ ઇરિગેશનનો વિચાર આપ્યો અને આજે બનાસકાંઠા જિલ્લો આ બાબતે અગ્રેસર છે. આજ રીતે મધ ઉછેર, ગોબર ગેસ પ્લાન્ટ જેવી બાબતો પણ વડાપ્રધાનના સૂચનો ડેરીએ સાકાર કર્યા છે. આગામી સમયમાં ‘આટા’નું ઉત્પાદન કરવા જઇ રહ્યા છીએ. સાથે-સાથે ‘વ્હે’માંથી પ્રોટીન અલગ કરીને પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. પ્રોટીન બટર મિલ્ક-પ્રોટીન લસ્સીનું માતબર વેચાણ થઇ રહ્યું છે. સાથે-સાથે ઓર્ગેનિક ખેત ઉત્પાદન તરફ આગળ વધવા કટિબદ્ધ છીએ