અમદાવાદ : કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાયેલા હાર્દિક પટેલ (Hardik Patel) સામે દિવસે દિવસે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા (Social Media) હાર્દિકનો જબરજસ્ત વિરોધ જોવા મળતો હતો, હવે આ વિરોધ રસ્તા (Road) ઉપર ઉતરી આવ્યો છે. હાર્દિકને ભાજપમાં આવકારવાના હોર્ડિંગ્સમાં હાર્દિકના ફોટા (Picture) ઉપર પાટીદાર યુવાન દ્વારા શ્યાહી લગાડીને વીડિયો વાયરલ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતના ઊંઝા નજીકના ઉનાવા ખાતે હાર્દિકને ભાજપમાં આવકારતા પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર ઉપર પાટીદાર યુવકોએ આક્રોશ વ્યક્ત કરી હાર્દિક પટેલના ફોટા અને નામ ઉપર કાળી શ્યાહી થી કુચડો ફેરવી વિડીયો બનાવી તેને વાયરલ કર્યો હતો.
ભાજપમાં જોડાઈ, ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ હાર્દિક પટેલના સૂર બદલાયા હતા, અને પાટીદાર અનામત આંદોલન વખતે કેટલાક અસામાજિક તત્ત્વોએ નુકસાન કર્યું હોવાનું મીડિયા સમક્ષ હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિકના આ નિવેદનથી પાટીદાર સમાજમાં અને ખાસ કરીને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના પગલે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સામે પાટીદાર યુવકો દ્વારા વિરોધ કરવામાં આવે, આક્રોશમાં ક્યાંક તેના પર ટપીદાવ પણ થાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે પ્રદેશ ભાજપમાં પણ આ બાબતને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે.
વધુમાં ભાજપ પ્રવેશ વખતે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ અનેક પાટીદાર નેતાઓ નારાજ થયા હતા. ભરૂચના છિદ્રા ગામે ખોડિયાલ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિકના આ નિવેદનને વખોડ્યું હતું. અને કહ્યું હતું કે, હાર્દિકની આ ભૂલ છે.
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના પાટીદાર હાર્દિક પટેલના આ નિવેદનથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિકને આવકારતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે પોસ્ટર કર પાટીદાર અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલના ફોટો પર કાળી શાહીનો સ્પ્રે મારી પોસ્ટર કાળા કર્યા હતા. જેમાં હાર્દિક પટેલના નામને પણ કાળી શાહી લગાવતો વીડિઓ બનાવી તેમણે વાયરલ કર્યો છે.