ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાના ઈતિહાસમા પહેલી વખતે હવે ધારાસભ્યો આવતીકાલે વિધાનસભા ગૃહની બહાર પ્રાકૃતિક રંગોથી હોળી (Holi) રમશે. આ માટે ૧૦૦ કિલો કેસુડાના ફૂલ પણ મગાવાયા છે. ભાજપના વિધાનસભા પક્ષના દંડક દ્વારા હોળી રમવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક રંગો તથા કેસુડાના ફૂલ પણ મંગાવી લેવાયા છે. વિધાનસભ પરિસરની બહાર માંડવો પણ બાંધવામા આવ્યો છે. વિધાનસભાના સંકુલની સામે આવેલા મેદાનમાં હવે ધારાસભ્યો રંગોત્સવ ઉજવશે. આ સમગ્ર કાર્યક્રમ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મંજૂરી આપી દીધી છે. આ રંગોત્સવ માટે 100 કિલો કેસૂડાના ફૂલો મંગાવવામાં આવ્યાં છે.
