ગુજરાત : ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા પોલીસના (Police) ખાખી (Khakhi) રંગમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. સરકાર પોલીસના ખાખી રંગ (color) અને તેની ડિઝાઈન (Design) ઉપરાંત તેના કાપડમાં ફેરફાર કરવાની યોજના પર કામગીરી શરુ કરી દિઘી છે. આ કામ માટે જાણિતી અનંત નૅશનલ યુનિવર્સિટનાં (Anant National University) આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા (Bhavya Rana) અને તેમની ટીમ દ્વારા ગુજરાતના વિવિધ રેન્કનાં ફરજ બજાવતા 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સર્વે કરીને ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાનાં 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરેલ ડિઝાઈનને સરકારની લીલીઝંડી મળતાં આગામી સમયમાં ગુજરાત પોલીસ નવાં રૂપ-રંગમાં જોવા મળશે. આ નવી ડિઝાઈનના યુનિફોર્મની ખાસ વાત એ છે કે તે મહિલા પોલીસ કર્મચારીઓને પહેરવામાં હાલના યુનિફોર્મ કરતા વધારે સરળ પડશે.
બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડર્નાનાઇઝેશન દ્વારા અગાઉ પણ ખાખી રંગને બદલવા માટે ભલામણ કરવામાં આવી હતી. બ્રિટિશશાસન વખતથી પોલીસનો ગણવેશ ખાખી કલરનો છે. બ્રિટિશશાસન વખતથી પોલીસનો ગણવેશ ખાખી કલરનો છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી અને ત્યારથી લઈ આજ સુધી એ જ રંગ ચાલી રહ્યો છે. જો વાત કરીએ તો ખાખી રંગ ધુળ-માટીનો રંગ છે. હાલનો ખાખી રંગ પોલીસ કર્મીને પહેરવામાં પણ ખુબજ ટાઈટ છે. જેમાં પોલીસ કર્મીને પેન્ટ પહેરી રાખવામાં પણ અવગડ પડતી હોય છે. જ્યારે નવા ડિઝાઈનના ખાખી રંગ સંપૂર્ણ પણે તમામ પોલીસ કર્મીને પહેરવામાં સગવડ પડે તેવા ખુલતા ડ્રેસની તરફેણ કરવામાં આવી છે.
આ નવી ડિઝાઈનના યુનિફોર્મ તૈયાર કરનાર અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણાએ પોતાની એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના માટે યુનિવર્સિટીના 6 વિદ્યાર્થી સાથે મળીને સતત ત્રણ મહિના સુધી ઓનલાઈન અને ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં પૂર્ણ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સર્વે દરમિયાન મોટા ભાગના પોલીસકર્માઓએ હાલના યુનિફોર્મની ડિઝાઈન અને કાપડ ચેન્જ કરવાની માંગ કરી છે.
પ્રોફેસર ભવ્યા રાણાએ વધુમાં જણાવ્યું કે મહિલા પોલીસ કર્મચારીઓ હાલની વરદીને કારણે અનકમ્ફર્ટ ફીલ કરે છે. પ્રેગ્નન્સી, પિરિયડ વગેરે જેવી સમસ્યામાં તેમને આ વરદીમાં તફલીક પડે છે. જેથી મહિલા પોલીસકર્મચારીઓને ધ્યાનમાં રાખીને ગ્લોબલી ક્લાઇમેટ, ગરમીથી રાહત મળે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.