ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના (Shop) સંચાલકો (Owner) એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ. ૩૧ કરોડ તથા આગામી વર્ષ ૨૦૨૨ -૨૩માં વાર્ષિક ખર્ચમાં રૂ.૧૩૦ કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.
કેબીનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલી રજૂઆતના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોઝિટિવ વિચારણા કરીને આ કમિશનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગંત રાજ્યના હાલ કુલ ૭૦ લાખ રેશનકાર્ડધારકો અને ૩ કરોડ ૪૫ લાખ જનસંખ્યાને દર માસે આશરે ૧૭૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ધ્ધતિથી અમલીકરણ થાય છે.
કમિશનમાં વધારાની વિગતો
• ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.૪૨નો વધારો કરીને હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન અપાશે.
• તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.૧.૯૨નો વધારો કરતાં હવે રૂ.૩ પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.
• ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૯૦નો વધારો કરતાં હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન મળતું થશે.
• મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૧૨૫નો વધારો કરતાં હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન મળશે.
• ખાદ્યતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.૨નો વધારો કરતાં હવે રૂ.૫ પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.