Gujarat

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ ૧૬ પરામર્શ સમિતિઓની રચના કરાઈ

ગાંધીનગર: રાજ્યમાં મંત્રીઓને પોતપોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવી કુલ ૧૬ પરામર્શ સમિતિઓ બનાવવામાં આવી છે ત્યારે આ સમિતિઓમાં રાજ્યના સંસદસભ્યોને આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નીમવામાં આવેલી જુદી જુદી સમિતિઓ પૈકી સામાન્ય વહીવટ, ગૃહ, શહેરી વિકાસ, નર્મદા, બંદરો, માહિતી પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો માટેની કમિટીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા પૂર્વ ડે સીએમ નીતિન પટેલ સહિત 16 સભ્યોનો સમાવેશ કરાયો છે. આ રીતે પરામર્શ કમિટીઓમાં ભાજપના લોકસભા તથા રાજ્યસભાના સાંસદો તથા કોંગ્રેસના સાંસદોનો પણ સમાવેશ કરાયો છે.

Most Popular

To Top