Gujarat

ખેડુતોને રાજ્ય સરકારના બિયારણમાથી ભરોસો ઉઠી ગયો છે: કોંગ્રેસ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય બીજ નિગમ લી. એક સરકારી કંપની છે છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, તેના કારણે ખેડુતો (Farmer) બીયારણની ગુણવતા, ભાવ અને સમયે બીયારણના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે, ત્યારે રાજ્ય સરકાર બીજ નિગમને દિવસેને દિવસે નબળુ પાડીને સંપુર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર ખેડુતોને નભતા કરી દીધા, અને તેના પરિણામે ખેડુતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની રહ્યા છે, અને કરોડો રુપિયાનો ધંધો રળી લેતા આવા નકલી બીજ ઉત્પાદકોને રાજ્ય સરકાર સીધીને આડકતરી રીતે હુફ આપી રહી છે. પરિણામે આજે ગુજરાત રાજ્ય બીજ નિગમને તાળા મારવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતુ કે ખેતીને મજબુત કરવામાં રાજ્ય સરકારના બોર્ડ –નિગમોનો સિંહફાળો રહ્યો છે. છતાં ગુજરાત રાજય બિજ નિગમ, ગુજરાત રાજ્ય સીડ સર્ટીફિકેટ એજન્સી મૃતપાય અને જીએલડીસી ને તાળા પણ મારી દીધા. આ પણ એક રાજ્ય સરકારનુ ખેડુત વિરોધી ષડયંત્ર છે, આમ પણ સરકારી કંપનીઓને નબળી પાડવી, ખોટ કરતી કરવી અને છે અંતે તાળા મારીને લાભાર્થી મિત્રોને સમર્પણ ભાવથી અર્પણ કરવાની સમજદારી ભરી યોજના છે,એ ભાજપા સરકારોમા પરંપરા રહી છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.૧૯૯૦માં કુલ ૩૫૬ કર્મચારીઓની મંજુરી વાળા મહેકમ સાથે કાર્યરત હતું. જે ૨૦૨૧માં એટલે કે આજે માત્ર ૨૦૪ કર્મચારીવાળું અને ભરાયેલી જગ્યા માત્ર ૧૦૪ છે અને તેમાં પણ ૫૬ જગ્યા તો નોન ટૅકનિકલ છે. આ સ્ટાફની સંખ્યા ઉપરથી નિગમનું પરિણામ સૌની સામે આવી જ જાય છે.

Most Popular

To Top