ગાંધીનગર : આજે સવારે 12 વાગ્યે ચૂંટણી પંચે સત્તાવાર રીતે બીજા તબક્કાની 93 બેઠકો માટે 64.39 ટકા મતદાન (Voting) થયુ હોવાના આંકજા જાહેર કર્યા હતા. જો કે આજે સાંજે 182 બેઠકો માટે જયારે બધાંજ આંકડાઓ જાહેર કર્યા ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટેના મતદાનના આંકડાઓ પણ સુધારીને જાહેર કરાયા છે.
ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સુરત જિલ્લા – શહેર માટે મતદાનની ટકાવારી 62.27 ટકા જાહેર કરાયો હતો. જે આજે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સુરત શહેર જિલ્લામાં મતદાનની ટકાવારી 62.27થી ઘટીને 62.23 ટકા થવા પામી છે. એટલે કે તેમાં ઘટાડો નોંધાયો છે. આ રીતે મતદાનના આંકડાઓ સુધારેલા જાહેર કરાયા છે. ઈવીએમ મશીન સાથે જોડાયેલા કંન્ટ્રોલ યુનિટમાં પડેલા મતદાનના આંકડાઓ વીવીપેટ મશીનની પરચી સાથે સરખાવીને પછી ખરેખર મતદાનની ટકાવારીનો તાળો બેસે છે. તેવી દલીલ ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે.