ગાંધીનગર: ઉત્તર તથા મધ્ય – પૂર્વ ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો માટે આંજે સાંજે 5 વાગ્યે સરેરાશ 60 ટકા જેટલુ મતદાન (Voting) થયુ છે. આ સાથે 833 જેટલા ઉમેદવારોનુ ભાવિ હવે ઈવીએમમાં (EVM) સીલ થઈ જવા પામ્યુ છે. હવે આગામી તા.8મી ડિસે.ના રોજ રાજયની 182 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાશે. 60 ટકા મતદાનમાં દોઢથી 3 ટકા જેટલો વધારો થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વ્રારા આવતીકાલે સત્તાવાર આંકડાઓ જાહેર કરાશે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપમાં નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું. તે પહેલા વડાપ્રધાન મોદી અડધો કિમી ચાલ્યા હતા. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે અમદાવાદમાં નારણપુરા ખાતે મતદાન કર્યુ હતું. જયારે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે પણ મતદાન કર્યુ હતુ.સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ખાતે મતદાન કર્યુ હતું.
એકંદરે આજે 93 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે થયુ હતું. ગાંધીનગરની કલોલ બેઠક પર કોંગીના ઉમેદવાર બળદેવજી ઠાકોર તથા અન્ય પાર્ટીના કાર્યકર વચ્ચે મોબાઈલ ફોન ના મામલે બોલાચાલી થવા પામી હતી. જયારે પાટણમાં પણ એક બુથ પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને બોલાચલી થવા પામી હતી. જયારે 93 બેઠકો પર જુદા જુદા સ્થાનો પર ઈવીએમ ખોટકાયા હતા. જે ચૂંટણી પંચ દ્વ્રારા ત્વરીત બદલવામાં આવ્યા હતા. ગાંધીગનરમાં આજે કેટલાય વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે ગ્રામીણ મતદાન મથકો પર સવરાથી મોટી લાઈનો જોવા મળી હતી. યુવા અને પહેલી વખથ મતદાન કરનારા મતદારો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોંગ્રેસના સીનીયર અગ્રણીઓ પૈકી જગદીશ ઠાકોરે અમદાવાદમાં નરોડા ખાતે , ભરતસિંહ સોલંકીએ આણંદમાં દેદરડા ખાતે , અમીત ચાવડાએ આંકલાવ ખાતે તથા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ છોટા ઉદેપુર ખાતે મતદાન કર્યુ હતું.
પહેલા તબક્કાની ચૂંટણીનું કુલ મતદાન 64.14 ટકા નોંધાયું હતું. ભારતના ચૂંટણી પંચના ફાઇલન આંકડા આવતીકાલે આવશે ત્યારે બન્ને તબક્કાનું કુલ મતદાન 63 થી 65 ટકા રહે તેવી સંભાવના છે. 2017ની ચૂંટણીમાં કુલ મતદાન 69.69 ટકા થયું હતું. બીજા તબક્કા માટે કુલ 2.51 કરોડ મતદારો માટે 26409 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. બન્ને તબક્કાની મતગણતરી અને પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.
સાંજે મળેલા આંકડા પ્રમાણે સરેરાશ 60 ટકા મતદાન થયું છે જે પૈકી સૌથી વધુ 66 ટકા સાબરકાંઠા અને સૌથી ઓછું 52 ટકા અમદાવાદ જિલ્લાનું છે. સવારના સમયમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં મતદારોની લાઇન લાગી હતી પરંતુ બપોર પછી લાઇન ઓછી થઇ હતી. બીજા તબક્કામાં પણ ચાર ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામોમાં બહુચરાજીના બરીયફ તેમજ ખેરાલુના વરેઠા, ડાલીસણા અને ડાવોલનો સમાવેશ થાય છે.ગોધરામાં ભાજપના ઉમેદવારે તેમજ ધોળકામાં મતદારે બૂથમાં મતદાન કરતો વિડીયો વાયરલ કર્યો હતો. હિંમતનગરમાં બોગસ મતદાનની ફરિયાદો થઇ છે.
ચૂંટણી દરમ્યાન પંચમહાલના કાલોલમાં પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત ખરાબ થતાં 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાલોલમાં જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો થયાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આણંદના આંકલાવમાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું.
કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. મોટેરામાં કોંગ્રેસના ઉમેદવારના કાઉન્ટરમાં તોડફોડ થઇ હતી. દાંતાના ગૂમ થયેલા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ ચૂંટણી પંચે તેનો ઇન્કાર કર્યો હતો.
93 બેઠકો પર દિવસ દરમ્યાન મતદાન
સવારે 9 કલાકે – 4.75 ટકા
સવારે 11 કલાકે – 19.17 ટકા
બપોરે 1 કલાકે – 34.74 ટકા
બપોરે 3 કલાકે – 50.51 ટકા
સાંજે 5 કલાકે – સરેરાશ 60 ટકા
14 જિલ્લા અંદાજિત મતદાન
જિલ્લો – મતદાન (ટકા)
બનાસકાંઠા – 65.16
પાટણ – 56.90
મહેસાણા – 61.01
સાબરકાંઠા – 65.84
અરવલ્લી – 60.18
ગાંધીનગર – 59.14
અમદાવાદ – 52.91
આણંદ – 59.40
ખેડા – 60.83
મહિસાગર – 54.26
પંચમહાલ – 62.03
દાહોદ – 55.18
વડોદરા – 56.75
છોટા ઉદેપુર – 62.04
કુલ સરેરાશ – 60.00
અમદાવાદની બેઠકો પર અંદાજીત મતદાન
- અમરાઈવાડી – 49.68
- અસારવા – 45.40
- બાપુનગર – 54.96
- દાણીલીમડા – 55.39
- દરિયાપુર – 47.14
- દસક્રોઈ – 64.44
- ધંધુકા – 54.13
- ધોળકા – 57.00
- એલિસબ્રીજ – 53.54
- ઘાટલોડિયા – 55.04
- જમાલપુર ખાડીયા – 53.11
- મણિનગર – 53.08
- નારણપુરા – 56.53
- નરોડા – 45.25
- નિકોલ – 54.28
- સાબરમતિ – 49.16
- સાણંદ – 58.33
- ઠક્કરબાપાનગર – 49.36
- વટવા – 52.54
- વેજલપુર – 50.23
- વિરમગામ – 60.31