ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે ૧૧મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે, તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે સાંજે ટવીટ્ટ કરીને માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે ધોરણ ૧ થી ૫માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮માં ૧૬૦૦ એમ કુલ મળીને ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે, જેમાં ધોરણ ૧ થી ૫માં ૧,૦૦૦, ગણિત-વિજ્ઞાન વિષય માટે ૭૫૦, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે : વાઘાણીએ ટવીટ્ટ કર્યુ
By
Posted on