નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) થયેલ શ્રદ્ઘા વલ્કરનો મર્ડર (Murder) કેસ હાલ ખૂબ ચર્ચામાં છે. આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી અલગ અલગ જગ્યા ઉપર ફેંકી દીધા હતાં. આ કેસ સામે આવ્યા પછી આફતાબની ધરપકડ કરવામાં આવી હતી તેમજ હાલ તેને તિહારની જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) ચાલી રહી છે. સોમવારના રોજ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. ત્યારે આ દુષ્ટ આરોપીઓ પોતાનો રસ ચૂંટણી માટે બતાવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અફતાબે સેલની બહાર તૈનાત પોલીસ પાસેથી ગુજરાત અને દિલ્હી એમસીડીની ચૂંટણી વિશેની માહિતી લીધી હતી. આ ઉપરાંત તેણે આ વિષય ઉપર પોલીસકર્મી સાથે વાત પણ કરી હતી. આમ તો આફતાબ જેલમાં સામાન્ય જીવન વ્યતિત કરી રહ્યો છે પરંતુ ચૂંટણીમાં શું થઈ રહ્યું છે, કોણ શું બોલી રહ્યું છે, કોની તરફ જીતનો નિશાન સાધવામાં આવી રહ્યો છે તેવા પ્રશ્નો તેણે પોલીસ અધિકારીને પૂછયા હતાં.
જણાવી દઈએ કે તાજેતરમાં જ દિલ્હી પોલીસ પોલિગ્રાફ ટેસ્ટ કર્યો હતો. આ દરમિયાન તેની વાન પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં આફતાબને કોઈનો ડર નથી તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અગાઉ આફતાબે જેલમાં વાંચવા માટે અધિકારી પાસે એક અંગ્રેજી નોવેલની માગણી કરી હતી. આફતાબની વિનંતી પર તિહાર જેલ અધિકારીઓએ તેને ‘ધ ગ્રેટ રેલ્વે માર્કેટ’ નવલકથા આપી હતી. નવલકથા આપતા પહેલા જેલના અધિકારીઓએ આ પુસ્તક અંગે મંથન કર્યું હતું. આફતાબ કોઈને અથવા પોતાને નુકસાન ન કરે અથવા પુસ્તક ગુના આધારિત ન હોય તેવા પુસ્તક વાંચવા માટે પોલીસ અધિકારીઓ આપવાનો આગ્રહ રાખતા હોય છે. કોર્ટે આફતાબ પૂનાવાલાને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. આ પછી તેને તિહાર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આફતાબને તિહારની જેલ નંબર 4 માં રાખવામાં આવ્યો છે. તેમજ તેને સીસીટીવીથી 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.