Gujarat

પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી ભાજપ પાસે 58 બેઠકો

ગાંધીનગર: રાજયમાં બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ચારેય ઝોનમાં કોનું કેટલું સંખ્યાબળ છે, તે વિગતો રસપ્રદ છે. પહેલા તબક્કામાં 1લી ડિસે.ના રોજ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓની 54 બેઠકોમાંથી ભાજપ પાસે 31, કોંગ્રેસ પાસે 20, એક એનસીપી (કુતિયાણા), જયારે દ્વારકા તથા વિસાવદર બેઠક ખાલી છે. દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લાની 35 બેઠકોમાંથી 27 બેઠકો ભાજપ પાસે તથા 6 કોંગ્રેસ પાસે અને બે બીટીપી પાસે છે.આ રીતે 89 બેઠકોમાંથી ભાજપ પાસે 58 તથા કોંગ્રેસ પાસે 26 બેઠકો છે.

તા.5મી ડિસે.ના રોજ બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તર ઝોનની 27 બેઠકો પૈકી ભાજપ પાસે 11 બેઠકો તથા કોંગ્રેસ પાસે 12 બેઠકો તથા એક અપક્ષ જીગ્નેશ મેવાણી તથા ઊંઝા, ભિલોડા, ખેડબ્રહ્મા બેઠકો ખાલી છે. મધ્ય ઝોનની 66 બેઠકોમાંથી 42 ભાજપ પાસે તથા 24 બેઠકો કોંગ્રેસ પાસે છે. આ રીતે 93 બેઠકોમાંથી ભાજપ પાસે 53 બેઠકો ભાજપ પાસે છે જયારે કોંગ્રેસ પાસે 36 બેઠકો છે. 2017 ની વિધાનસભાની ચૂંટણી 17જેટલા કોંગીના સીટીંગ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જે પૈકી 10 ધારાસભ્યો કોંગીના સૌરાષ્ટ્ર ઝોનના છે.

Most Popular

To Top